ખુદ અસ્ટોલ ગામ જ પાણી વગર વણખા મારી રહ્યુ છે 1 હજારની વસ્તી માટે બુંદો ટપકાવતો એક હેન્ડપંપ ઉપર ગામ નિર્ભર
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી,તા.28
કપરાડા એટલે ગુજરાતનું ચેરાપૂંજી છે 100 ઈંચઉપર વરસાદ આ વિસ્તારમાં વરસે છે. તેમ છતાં મે મહિનાનો જ્યાં પ્રારંભ થયો નથી ત્યાં સમગ્ર વિસ્તાર પાણી માટે વણખા મારતો થઈ જાય છે. આ સમસ્યા આજકાલની નહી બલ્કે વર્ષોની છે જે ગામના નામ ઉપર પ86 કરાટેની અસ્ટોલ જુથ પાણી યોજના અ ગામ જ પાણી વગર ટળવળી રહ્યું છે.1000 હજારની વસ્તી ધરાવતું ગામ એક માત્ર હેન્ડપંપ ઉપર નિર્ભર છે.
અસ્ટોલ સહિત આસપાસ 110 ગામોના ઉનાળામાં પીવાના પાણીની કપરી અને કઠીન સમસ્યા પ્રતિવર્ષ સર્જાય છે. કપરાડા વિસ્તારની પાણી સમસ્યાના કાયમી ઉકેલ માટે 3 વર્ષ પહેલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે 586 કરોડની પાણી યોજનાનું ખાતમૂહુર્ત કરાયું હતું. પરંતુ આ યોજના હજુ કાગળ ઉપર જ છે એમ કહીએ તો ખોટું નથી. કારણ કે પીરણામ વગરની યોજના હાલ તો શુન્ય ગણાય… 586 કરોડની પાણી યોજનાનું નામ અસ્ટોલ જુથ પાણી યોજના છે. આજ ગામની બહેનો વહેલી સવારથી ગામમાં રહેલ એક માત્ર હેન્ડ પંપ ઉપર બેડાની લાઈન લગાવી દે છે. હેન્ડપંપમાં પાણી નહી પાણીની બુંદો ટપકે છે. લાઈનમાં રહેલા સ્ટીલ માટીના માટલા બે ચાર કલાકે ભરાય તેવી કરુણ સ્થિતિ છે. અન્ય એક પાણીનોસ્ત્રોત ગામ માટે હતો કુવાનો એમા પણ ઉનાળામાં પાણી ઊંડુ જતુ રહ્યું છે. સૌથી મોટી કરુણતા ગણો કે પ્રશ્નગણો હાલ કલ્પસર અને પાણી પુરવઠા મંત્રી શ્રી જીતુભાઈ ચૌધરીનો જ મત વિસ્તાર છે તો પણ 100 ઉપરાંત ગામો પાણી વગર તરસે મરી રહ્યા છે આ વિસ્તારમાં પાણી સમસ્યાનો કાયમી ઉકેલ માટે પાર તાપી નર્મદા રીવર લીન્ક યોજના આવી રહી છે. તેનો સ્થાનિકો રાજકારણીઓના હાથા બનીને યોજનાનો વિરોધ કરી રહ્યા છે. તે મોટી કમનસીબી લેખાવી રહી છે. હાલ તો પરિક્ષા બહેનોની છે. દોઢ-બે કિલોમીટર ડુંગરાળ વિસ્તારમાં ચાલી ચાલી પરિવાર માટે ખરા તાપમાં માથે બેડા ઊંચકીને પાણી લાવી રહી છે. તે પણ આઝાદીના 75 વર્ષ પછીની આ વિસ્તારની કપરી કમનસીબી તાસીર અને તસવીર છે પાણીની સમસ્યા ઠેરના ઠેર રહી.