September 20, 2026
Vartman Pravah
Breaking Newsવલસાડ

કપરાડા આસલોણામાં લગ્ન વિચ્‍છેદનો ન્‍યાય કરવા બેઠેલ પંચની સામે જ ઢોર માર મારતા યુવાનનું મોત

મૃતક યુવાનના પિતાની ફરિયાદ બાદ સાતની ધરપકડ પોલીસે કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.15
કપરાડાના આસલોણા ગામે લગ્ન વિચ્‍છેદના મામલે સમાજનું પંચ ન્‍યાય માટે એકઠું થયું હતું. જેમાં ધીંગાણુ થતા યુવાનને પંચની સામે જ ઢોરમાર મારવામાં આવ્‍યો હતો. 12 દિવસની સારવાર દરમિયાન યુવાનનું મોત થયું હતું. મૃતકના પિતાએ કપરાડા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સાત આરોપીની ધરપકડ કરી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર આસલોણા ગામે બરડી ફળીયામાં રહેતો સંજય ભુસારા નામના યુવકની સગાઈ એજ ફળીયામાં રહેતી દુર્ગા ગવડી નામની યુવતી સાથે થઈ હતી. સગાઈ બાદ બન્ને પતિ-પત્‍નીની જેમ રહેવાનું શરૂ કરી દીધું હતું. બીજી તરફ સંજય દમણમાં નોકરીએ લાગ્‍યો હતો. સંજય દમણ રહેતો તે દરમિયાન દુર્ગા તેના ઘરમાં નહી રહીને પિયરમાં રહેવા ચાલી જતી હતી. તેને લઈ પતિ-પત્‍ની વચ્‍ચે ઝઘડો થતા સંજયે સગાઈ તોડી નાખી હતી. તેથી ન્‍યાય કરવા માટે સમાજનું પંચ એકઠુ થયું હતું. તેમાં મામલો વધુ ઉગ્ર બનતા યુવતીના પક્ષવાળાઓએ પંચની સામે જ સંજયને ઢોર માર માર્યો હતો. ઘાયલ સંજયને ધરમપુર, ખેરગામ વલસાડ સારવાર માટે ખસેડેલો 12 દિવસ સારવાર લીધા બાદ સંજયનું મોત નિપજ્‍યું હતું. તેથી તેના પિતાએ યુવતી પક્ષના સાત વિરૂધ્‍ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તમામ સાત આરોપીની ધરપકડ કરી હતી.

Related posts

ગુજરાતના ગાંધીનગર ખાતે મળેલી વેસ્‍ટર્ન ઝોન કાઉન્‍સિલની 26મી બેઠક પંશ્ચિમી ઝોનમાં આવેલા ગુજરાત મહારાષ્‍ટ્ર ગોવા તથા દાનહ અને દમણ-દીવ દેશની જીડીપીમાં 25 ટકા યોગદાન ધરાવતો વિસ્‍તારઃ કેન્‍દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ

vartmanpravah

વાપી ગુંજન ચાર રસ્‍તા, ગીતાનગર સહિત અનેક વિસ્‍તારોમાં વરસાદી ખાડા તેમજ પાણી ભરાવાથી વણસેલી સ્‍થિતિ

vartmanpravah

વલસાડ લોકસભા બેઠક ભાજપના ઉમેદવાર ધવલ પટેલનું વલસાડ જિલ્લા મધ્‍યસ્‍થ ચૂંટણી કાર્યાલયમાં ભવ્‍ય સ્‍વાગત કરાયું

vartmanpravah

હવેલી ઈન્‍સ્‍ટિટ્‍યૂટ ઓફ લીગલ સ્‍ટડીઝ એન્‍ડ રિસર્ચની ટીમે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાયેલી નેશનલ મૂટ કોર્ટ સ્‍પર્ધામાં મેળવેલું ત્રીજું સ્‍થાન

vartmanpravah

સલવાવ ગુરુકુળમાં ટોબેકો નિર્મૂલન જાગૃતિ માટે સેમિનારનું કરાયેલું આયોજન

vartmanpravah

પદ્મશ્રી એસ.એસ.વૈશ્‍યના અધ્‍યક્ષસ્‍થાને નાની દમણ ખારીવાડ ખાતે ડેન્‍ટલ હેલ્‍થ ચેકઅપ કેમ્‍પ યોજાયો

vartmanpravah

Leave a Comment