January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લાની ખાનગી શાળાઓમાં આર.ટી.ઈ. હેઠળ 25 ટકા પ્રમાણે પ્રથમ યાદીમાં 1197 વિદ્યાર્થીઓને પ્રવેશ

કુલ 2365 વિદ્યાર્થીઓએ ધો.1માં પ્રવેશ માટે અરજી કરી હતી તે પૈકી 1810 નો પ્રવેશ માન્‍ય

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.28
વલસાડ જિલ્લામાં ખાનગી શાળાઓમાં 25 ટકા લેખેઆર.ટી.ઈ. (રાઈટ ટુ એજ્‍યુકેશન) હેઠળ પ્રથમ યાદીમાં 1197 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્‍યો છે. જિલ્લામાંથી ધો.1 માટે કુલ 2365 વિદ્યાર્થીઓએ અરજી કરી હતી.
રાજ્‍ય સરકાર દ્વારા રાજ્‍યની ખાનગી પ્રાથમિક શાળાઓમાં આર્થિક રીતે નબળા પરિવારના બાળકોને ધો.1માં સરળતા પ્રવેશ મળે એ માટે રાજ્‍યની તમામ ખાનગી પ્રાથમિક શાળાઓ 25 ટકા પ્રમાણે પ્રવેશ મંગાવાયો હતો તે મુજબ વલસાડ જિલ્લામાંથી કુલ 2365 વિદ્યાર્થીઓએ ઓનલાઈન અરજી કરી હતી તે પૈકી 189 અરજીઓ અમાન્‍ય કરાઈ હતી તેમજ તે 366 અરજી રદ્દ કરાઈ હતી. તા.26 બાદ પ્રવેશ મેળવવા પાત્ર બાળકોની યાદી જાહેર થઈ ચૂકી છે. જેમાં વલસાડ તાલુકામાં 390, પારડી તાલુકામાં 238, વાપી તાલુકામાં 285, ઉમરગામ તાલુકામાં 181, ધરમપુર તા.56 અને કપરાડા તા.29 વિદ્યાર્થીઓની અરજી માન્‍ય રખાઈ છે તેવુ પ્રાથમિક શિક્ષણ અધિકારી બી.કી. બારીયા દ્વારા જણાવાયું છે.

Related posts

ચીખલી તાલુકા પંચાયતની ખાસ સામાન્‍ય સભામાં રૂા.80 લાખના કામોને મંજૂરી

vartmanpravah

ડાંગના શબરીધામ નજીક આવેલા પંપા સરોવરનો અદભૂત નજારો

vartmanpravah

વલસાડ એસટી ડિવિઝન દ્વારા દિવાળી ધસારાને ધ્‍યાને લઈ 126 નવી ટ્રીપો ચાર દિવસ દોડાવાશે

vartmanpravah

દાનહ નવા સ્‍પોર્ટ્‌સ કોમ્‍પલેક્ષ ખાતે યોગા સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

દીવમાં હઝરત બાબા ગૌરનો ઉર્ષ ધામધૂમથી ઉજવામાં આવ્‍યો

vartmanpravah

‘વર્તમાન પ્રવાહ’ના અહેવાલને પગલે ચીખલી તાલુકામાં વરસાદથી ડાંગરના પાકને થયેલનુકસાન અંગે સર્વેની કામગીરી હાથ ધરાઈ

vartmanpravah

Leave a Comment