Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

અનિયમિતતા અને ગેરવહીવટના કારણે દાનહ આદિવાસી વિકાસ સંગઠનનું મેનેજમેન્‍ટ બરતરફઃ નવા વહીવટદાર તરીકે ખાનવેલના મામલતદાર ભાવેશ પટેલની નિયુક્‍તિ

  • સમગ્ર દાદરા નગર હવેલીના બહુમતિ આદિવાસીઓમાં આનંદ-ઉલ્લાસનું વાતાવરણ

  • છેલ્લા 35 વર્ષથી એક જ પરિવારના તાબામાં રહેલું આદિવાસી વિકાસ સંગઠન આઝાદ

  • પ્રદેશના આદિવાસી યુવાનો માટે ખુલનારા નવી તકોના દરવાજા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.28 : સંઘપ્રદેશ પ્રશાસને દાદરા નગર હવેલી આદિવાસી વિકાસ સંગઠનનીમેનેજમેન્‍ટ કમીટિને બરતરફ કરવાનો આદેશ જારી કર્યો છે અને આદિવાસી વિકાસ સંગઠનના વહીવટદાર તરીકે ખાનવેલના મામલતદાર શ્રી ભાવેશ પટેલને જવાબદારી સુપ્રત કરી છે અને આદિવાસી સમુદાયના કલ્‍યાણ અંગે સોસાયટીના ઉદ્દેશને સિદ્ધ કરવા માટે શ્રી રાહુલ ભીમરા સોસાયટીના વહીવટદારને મદદ કરશે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દાદરા નગર હવેલીના અભણ અને અબૂધ આદિવાસીઓ સામાજિક, આર્થિક શોષણનો ભોગ નહીં બને તે માટે આદિવાસીઓને એક પ્‍લેટફોર્મ પુરૂં પાડવા અને તેમની સ્‍થિતિ સુધારવાના ઈરાદા સાથે 1988માં આદિવાસી વિકાસ સંગઠનની રચના કરવામાં આવી હતી. આદિવાસી વિકાસ સંગઠન પોતાના મેમોરેન્‍ડમમાં દર્શાવેલ ઉદ્દેશો હાંસલ કરવા સરેઆમ નિષ્‍ફળ જતાં તત્‍કાલિન સાંસદ શ્રી નટુભાઈ પટેલ અને સ્‍થાનિક આદિવાસી રહેવાસીઓ દ્વારા નામદાર મુંબઈ હાઈકોર્ટમાં પી.આઈ.એલ. પણ દાખલ કરી હતી.
દરમિયાન તંત્ર દ્વારા સોસાયટીના ગેરવહીવટના સંદર્ભમાં અનેક વખત કારણદર્શક નોટિસ પણ પાઠવવામાં આવી હતી પરંતુ કોઈ સંતોષજનક પ્રત્‍યુત્તર આપવામાં નહીં આવ્‍યો હતો. જેમાં સોસાયટીની સ્‍થાપનાના ઉદ્દેશથી કરાતો ગેરવહીવટ, રજીસ્‍ટ્રાર ઓફ સોસાયટીઝને ઓડિટ હેતુ માટે જરૂરી દસ્‍તાવેજો સુપ્રત નહીં કરવા, આદિવાસી ભવનમાં અનઅધિકૃત બાંધકામ કરવા, આદિવાસી ભવનનીબાજુમાં આવેલ સરકારી જમીન ઉપર અતિક્રમણ, અજ્ઞાતસ્ત્રોત પાસેથી દાન લેવું અને બિન આદિવાસીઓને લોન આપવી અને તેને વસૂલવા કોઈપણ પ્રકારની કાર્યવાહી નહીં કરવી, આદિવાસીઓના કલ્‍યાણ માટે આવેલ થાપણ(રૂપિયા)નો દુરૂપયોગ કરવો, આદિવાસી વિકાસ સંગઠનની નોંધણીની શરતો અને સંઘપ્રદેશ પ્રશાસન સાથે કરેલ લીઝ ડીડની શરતોનું ઉલ્લંઘન કરી દાનહ કલેક્‍ટરની પૂર્વ મંજૂરી વિના આદિવાસી ભવનના પરિસરના ભાગોને સબલીઝ ઉપર આપવા, સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા લીઝ ઉપર આપવામાં આવેલ પ્‍લોટ નંબર 351માં 0.49 હેક્‍ટર જમીનમાં આદિવાસી ભવનનું નિર્માણ કરાયું છે. જેમાં લીઝ ડીડની શરતોનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવ્‍યું છે.
સંઘપ્રદેશ પ્રશાસને દાદરા નગર હવેલીના બહુમતિ આદિવાસીઓના સર્વાંગી કલ્‍યાણ અને સોસાયટીની સ્‍થાપનાના ઉદ્દેશો સિદ્ધ કરવાના ઈરાદાથી ગેરવહીવટ કરનારા લોકોના હાથમાંથી સોસાયટીની સત્તા છીનવી લેવાનો જરૂરી નિર્ણય કરવામાં આવ્‍યો છે.

સેલવાસઃ આદિવાસી ભવનની મોટાભાગની દુકાનો ઉપર બિન આદિવાસીઓનો કબ્‍જો

  • સરકાર દ્વારા રૂા.40ના વાર્ષિક ભાડા સાથે આપેલ 0.49 હેક્‍ટર જમીનમાં નિર્માણ પામેલ આદિવાસી ભવન પોતાના ઉદ્દેશો હાંસલ કરવા નિષ્‍ફળ

  • દાનહના ઊંડાણના વિસ્‍તારમાંથી ખેતમજૂરી કેધંધા-રોજગાર અને સેલવાસની કોટેજ હોસ્‍પિટલ(વિનોભા ભાવે સિવિલ)માં સારવાર માટે આવતા સ્‍વજનોનું આદિવાસી ભવન આશ્રય સ્‍થાન બનશે એવી આશા ઠગારી નિવડી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.28 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં 30મી માર્ચ, 1988ના વર્ષમાં દાદરા નગર હવેલી આદિવાસી વિકાસ સંગઠનની રચના કરી રજીસ્‍ટ્રેશન કરાયું હતું. 16મી જૂન, 1992ના રોજ વાર્ષિક રૂા.40ના ભાડા સાથે આદિવાસી સંગઠનને સરકાર દ્વારા આપવામાં આવેલ 0.49 હેક્‍ટર જમીનમાં આદિવાસી ભવનનું નિર્માણ કરવામાં આવ્‍યું છે.
આદિવાસી ભવનના નિર્માણ સમયે એવી આશા રાખવામાં આવી હતી કે, દાદરા નગર હવેલીના ઊંડાણના વિસ્‍તારમાંથી આવતા આદિવાસીઓને રહેવાની અને ખાવા-પીવાની સુવિધા ભવનમાં ઉપલબ્‍ધ કરાશે. કારણ કે, માંદોની, સિંદોની, રાંધા, બેડપા, ખેડપા, દૂધની, કૌંચા જેવા વિસ્‍તારોમાંથી સેંકડો આદિવાસીઓ ખેતમજૂરી અને બાંધકામના કામ માટે સેલવાસ આવતા હોય છે. તેઓને કોઈ ખેતરમાં પડાવ નાંખીને રહેવું પડે છે. જેમાંથી છૂટકારો મળશે તદ્‌ઉપરાંત સેલવાસની તે સમયની કોટેજ હોસ્‍પિટલમાં પોતાના સ્‍વજનોની સારવાર માટે આવતા આદિવાસીઓને પણ રહેવા માટે સારી વ્‍યવસ્‍થા મળશે એવી આશા બહુમતિ આદિવાસીઓને હતી. પરંતુઆદિવાસી વિકાસ સંગઠનના કર્તા-હર્તાઓએ આદિવાસીઓના આશરા માટે બનાવેલ ભવનનો મોટાભાગનો ભાગ બિન આદિવાસી લોકોને ભાડે આપી મસમોટી કમાણીનો જરિયો બનાવ્‍યો હતો.
આજે પણ આદિવાસી ભવનમાં આદિવાસી વિકાસ સંગઠનના તથા કથિત સંચાલકોના પરિવારને છોડતાં મોટાભાગની દુકાનો ઉપર બિન આદિવાસીઓનો કબ્‍જો છે. તેથી સંઘપ્રદેશ પ્રશાસને આદિવાસી વિકાસ સંગઠનની મેનેજમેન્‍ટ કમીટિને બર્ખાસ્‍ત કરવાનો લીધેલો નિર્ણય ખુબ જ આવકારદાયક છે અને આદિવાસી યુવાનો માટે એક નવી તકનું સર્જન પણ આ આદિવાસી ભવન દ્વારા થઈ શકશે એવું માનવામાં આવે છે.

Related posts

ચીખલી તાલુકામાં સતત વરસાદને પગલે પોલ્‍ટ્રી ફાર્મ, ઘર અને શાળાની દિવાલ ધરાશાયી

vartmanpravah

સેલવાસના વેપારીઓની સમસ્‍યાના નિરાકરણ માટે પ્રદેશ ભાજપે લગાવેલું એડીચોટીનું જોર : કલેક્‍ટર દ્વારા સોમવારે યોજાશે સંકલન બેઠક

vartmanpravah

કપરાડા તાલુકાના દિક્ષલ ગામે પેટ્રોલ પમ્‍પ ઉપર મધ્‍ય રાત્રીએ અજાણ્‍યા લૂંટારુઓ ત્રાટકયા : કર્મચારીઓને બંધક બનાવી રૂપિયા 7.34 લાખની લૂંટ

vartmanpravah

ઓઝર ગામે ગુજરાત અને સંઘ પ્રદેશને જોડતો માર્ગ ઉપર કંપની દ્વારા ગેરકાયદેસર રીતે કરવામાં આવ્‍યું બાંધકામ

vartmanpravah

દમણ જિલ્લા કલેક્‍ટર ગૌરવસિંહ રાજાવતની અધ્‍યક્ષતામાં આયોજીત બેઠકમાં દમણ જિલ્લાને કોરોના મુક્‍ત રાખવા કોવિડ-19 રસીકરણ અનેપ્રોટોકોલનું પાલન કરવા અનુરોધ

vartmanpravah

વાપી ચલા રોયલ લાઈફ સોસાયટીમાં નવનિર્માણ થયેલ શિવજી મંદિરનો ભવ્‍ય પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવ સંપન્ન

vartmanpravah

Leave a Comment