Vartman Pravah
Breaking Newsખેલગુજરાત

દમણ ખાતે ધોડિયા પ્રીમિયર લીગ ક્રિકેટ ટૂર્નામેન્‍ટ યોજાઈઃ ચેમ્‍પિયન બનેલી કચીગામ જય જલારામ ટીમ

દમણ જિલ્લા ધોડિયા સમાજના પ્રમુખ અને જિ.પં.સભ્‍ય દિનેશભાઈ ધોડીએ પ્રથમ વખત સમાજને એક તાંતણે બાંધવા પ્રીમિયર લીગનું કરેલું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.04
દમણ જિલ્લા ધોડિયા સમાજના પ્રમુખ અને જિલ્લા પંચાયત સભ્‍ય શ્રી દિનેશભાઈ ધોડીએ દમણ અને વાપી વિભાગના ધોડિયા સમાજના ક્રિકેટના ખેલાડીઓને પ્રોત્‍સાહન આપવા માટે ધોડિયા પ્રીમિયર લીગ ક્રિકેટ ટૂર્નામેન્‍ટનું આયોજન પ્રથમ વખત કરવામાં આવ્‍યું હતું. પ્રથમ ધોડિયા પ્રીમિયર લીગ ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં કુલ 8 ટીમોએ ભાગ લીધો હતો. જેમાં દમણ-કચીગામના શ્રી લય દિનેશ ધોડીની માલિકીની ટીમ જય જલારામ ચેમ્‍પિયન બની હતી અને રાતાના દશરથ ધોડીની માલિકીની ટીમ ક્રિષ્‍ણા ઈલેવન રનર્સ અપ રહી હતી.
આ પ્રસંગે દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલ, કચીગામના સરપંચ શ્રી ભરતભાઈ પટેલ, પટલારાના જિલ્લા પંચાયત સભ્‍ય શ્રી મેહુલભાઈ પટેલ, કચીગામના આગેવાન શ્રી ગિરીશભાઈ ભંડારી, વાપી તાલુકાની વિવિધ પંચાયતોના સરપંચો, જિલ્લા પંચાયત સભ્‍યો વગેરેઉપસ્‍થિત રહ્યા હતા અને દમણ જિલ્લા પંચાયતના સભ્‍ય શ્રી દિનેશભાઈ પટેલે દમણ જિલ્લા અને વાપી તાલુકાના ધોડિયા સમાજને એક તાંતણે બાંધવા શરૂ કરેલ પ્રીમિયર લીગ ટૂર્નામેન્‍ટના પ્રયાસની સરાહના કરી હતી.

Related posts

વાપી ઈન્‍ડિયન બેંકનો આસિસ્‍ટન મેનેજર એ.ટી.એમ.માંથી રૂા.15.26 લાખની ઉચાપત કરતા ઝડપાયો

vartmanpravah

દમણ-દીવ બેઠકના ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલે નાની દમણની માછીમાર સમાજની શેરીમાં કરેલો ડોર ટુ ડોર પ્રચાર

vartmanpravah

દાદરા નગર હવેલીમા 6ઇંચથી વધુ વરસાદ વરસ્‍યો

vartmanpravah

યુનાઈટેડ કિંગડમના લેસ્‍ટરમાં જય જલારામ યુવક મંડળ દ્વારા જલારામ જયંતિની કરાયેલી ઉજવણી

vartmanpravah

દાનહની નરોલી ગ્રામ પંચાયતે ડેંગ્‍યુ, મેલેરિયા જેવા મચ્‍છરજન્‍ય રોગને ફેલાતો અટકાવવા શરૂ કરેલી કડક કાર્યવાહી

vartmanpravah

બટરફલાય કારમાં પ્રોફેસર રોચર બુઝર વગર ડોલરે કરી રહ્યા છે દુનિયાની સફર

vartmanpravah

Leave a Comment