April 30, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ અને માર્ગદર્શન હેઠળ દમણમાં ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા કલેક્‍ટર તપસ્‍યા રાઘવે બહુસ્‍તરીય બેઠકનું કરેલું નેતૃત્‍વ 

‘આઝાદીના અમૃત મહોત્‍સવ’ અંતર્ગત જિલ્લાને તિરંગાથી સજાવવાની તૈયારી

13 થી 15 ઓગસ્‍ટ દરમિયાન તમામ ઘરો, કાર્યાલયો, કંપનીઓ ઉપર તિરંગો ફરકાવવામાં આવશે

તમામ સરકારી રાશનની દુકાનો, નગરપાલિકા કાર્યાલય અને તમામ પંચાયત કાર્યાલયો ઉપરથી રાષ્‍ટ્રીય ધ્‍વજ ખરીદી શકાશે 

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

દમણ, તા.01: વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની પહેલ અને માર્ગદર્શનમાં આપણો દેશ આઝાદીના 75 વર્ષ નિમિત્તે અમૃત મહોત્‍સવ પર્વની ઉજવણી કરી રહ્યો છે. આ ઉત્‍સવ ભારતના એ લોકોને સમર્પિત છે, જેમણે માત્ર ભારતને તેની ઉત્‍ક્રાંતિ યાત્રામાં લાવવામાં મહત્‍વની ભૂમિકા ભજવી નથી, પરંતુ તેમની અંદર વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના ભારત 2.0ને સક્રિય કરવાના દૃષ્‍ટિકોણને સક્ષમ અને આત્‍મનિર્ભર ભારતને શક્‍તિ અને ક્ષમતા પણ છે. આ ઉત્‍સવ એ લોકોને પણ સમર્પિત છે જેઓએ ભારતની આઝાદીની લડાઈ અને ભારતની પ્રગતિમાં મહત્‍વની ભૂમિકા નિભાવી છે. આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત ભારત સરકાર દ્વારા ‘હર ઘર તિરંગા’ અભિયાન શરૂ કરવામાં આવ્‍યું છે.

કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અનેદમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં આ અભિયાન જોર શોરથી મનાવવામાં આવશે. હર ઘર તિરંગાને સફળ બનાવવા માટે કલેક્‍ટરાલયમાં શિક્ષકો અને આચાર્યો તથા મીડિયાકર્મીઓ સાથે જુદી જુદી બેઠકોનું આયોજન કરવામાં આવ્‍યું. આ પ્રસંગે કલેક્‍ટર ડો. તપસ્‍યા રાઘવની અધ્‍યક્ષતામાં કલેક્‍ટરાલયના સભાખંડમાં આયોજીત બેઠકમાં જણાવ્‍યું હતું કે, ભારત તેની આઝાદીના 75 વર્ષ પુરા થવા પર ખુશીનું પર્વ મનાવી રહ્યો છે અને તેને ધ્‍યાનમાં રાખતા દેશમાં ‘આઝાદીના અમૃત મહોત્‍સવ’નું આયોજન ચાલી રહ્યું છે. આગામી 15મી ઓગસ્‍ટે દેશ તેની આઝાદીની 75મી વર્ષગાંઠ ઉજવશે અને આ ઐતિહાસિક અવસર પર સરકારે સ્‍વતંત્રતાના દિવસે ‘હર ઘર તિરંગા’ અભિયાન ચલાવવાની એક મોટી યોજના તૈયાર કરી છે, જે અતંગર્ત સરકાર તરફથી તમામ દેશવાસીઓને અપીલ કરવામાં આવી રહી છે કે, તેઓ સ્‍વતંત્રતા દિવસના અવસરે પોતપોતાના ઘરોમાં આપણો રાષ્‍ટ્રીય ધ્‍વજ તિરંગો ફરકાવીને આ પાવન પર્વ પર રાષ્‍ટ્રપ્રેમ અને રાષ્‍ટ્ર અભિમાનની ભાવનાનો અનુભવ કરી શકે.

કલેક્‍ટર ડો. તપસ્‍યા રાઘવે જણાવ્‍યું હતું કે, આ અભિયાન અંતર્ગત લોકોમાં જાગરૂકતા લાવવા માટે જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે અને 13 થી 15 ઓગસ્‍ટ સુધી તમામ ઘરોમાં તિરંગો ફરકાવવામાંઆવશે. એના ઉપલક્ષમાં દમણમાં તમામ સરકારી કાર્યાલયો, શાળાઓ, કોલેજો, હેલ્‍થ વેલનેસ સેન્‍ટર, બેંક, આંગણવાડીઓ, હોટલ, કંપનીઓ અને અન્‍ય સરકારી તથા ગેર સરકારી ઈમારતો પર તિરંગો ફરકાવવામાં આવશે.

બેઠકમાં ડો. તપસ્‍યા રાઘવે જણાવ્‍યું હતું કે લોકોની સગવડતા માટે ભારતીય ધ્‍વજ કોડ 2002માં સંશોધન પણ કરવામાં આવ્‍યું છે, જેના અંતર્ગત તિરંગાને કપાસ, પોલિએસ્‍ટર, ઊન, રેશમ અને ખાદીમાંથી બનેલી સામગ્રીમાં પણ તિરંગો ખરીદી શકાય છે. કલેક્‍ટરશ્રીએ જણાવ્‍યું હતું કે, ખાનગી સંસ્‍થા આ તિરંગાને તમામ સરકારી રાશનની દુકાનો, નગરપાલિકા કાર્યાલય અને તમામ પંચાયત કાર્યાલયો, એમેઝોન, ફિલપકાર્ટ જેવી ઈ-કોમર્સ વેબસાઈટ ઉપરથી ખરીદી શકાય છે. તેમણે તમામ શિક્ષકો અને આચાર્યોને જણાવ્‍યું કે તમામ શાળાઓ અને કોલેજોમાં ‘પ્રભાત ફેરી’નું આયોજન કરવામાં આવનાર છે જેનાથી આ અભિયાનની બાબતમાં વધુમાં વધુ લોકોને જાણકારી મળી શકે. કલેક્‍ટર ડો. તપસ્‍યા રાઘવે જણાવ્‍યું હતું કે, તમે બધાએ નાગરિકોને તેમના ફેસબુક, ઈન્‍સ્‍ટાગ્રામ, ટ્‍વિટર અને અન્‍ય સોશિયલ મીડિયા એકાઉન્‍ટ પર તિરંગો અથવા તિરંગા સાથેના ફોટા પ્રદર્શિત કરવા માટે પ્રોત્‍સાહિત કરવાની જરૂર છે. આ ક્રમમાં આ અભિયાનમાં લોકો તિરંગાની સાથે એક સેલ્‍ફી લઈનેએને સંસ્‍કૃતિ મંત્રાલયની વેબસાઈટ પર અપલોડ કરી શકે છે. ડો. તપસ્‍યા રાઘવે તમામ શિક્ષકો અને આચાર્યોને જણાવ્‍યું હતું કે, કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ શૈક્ષણિક સંસ્‍થાઓને વિવિધ સ્‍પર્ધાઓનું આયોજન કરવા માટે પણ જણાવ્‍યું હતું.

દરેક ભારતવાસીને તેમના ઘરમાં તિરંગો ફરકાવવા માટે વધુમાં વધુ પ્રોત્‍સાહિત કરવાનો આ અભિયાનનો મુખ્‍ય ઉદ્દેશ છે.

Related posts

સેલવાસથી ખાનવેલ રોડ ઉપર ટ્રક, કન્‍ટેઈનરો, ટ્રેલરોના આડેધડ પાર્કિંગના કારણે ભારે હાલાકી

vartmanpravah

વાપી સમર્પણ જ્ઞાન સ્‍કૂલમાં રાષ્‍ટ્રીય એકતા દિનની ઉજવણી કરાઈ

vartmanpravah

પારડી બ્રહ્મદેવ મંડળ કરાવશે કેદારનાથજીના દર્શન

vartmanpravah

વાપીમાં દાનહની કવિયત્રી ડૉ.શાલીની શર્માનો સમ્‍માન સમારોહ અને કવિ સંધ્‍યા યોજાઈ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કવરત્તી પહોંચી લક્ષદ્વીપના વિકાસની અધિકારીઓ સાથે શરૂ કરેલી સમીક્ષા

vartmanpravah

સેલવાસ ન.પા.ના ઉપ પ્રમુખ અજય દેસાઈ દ્વારા નરોલી રોડ ઉપરના એક ગેરકાયદેસર બાંધકામને દૂર કરવા સી.ઓ.ને કરાયેલી રજૂઆત

vartmanpravah

Leave a Comment