January 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

સંઘપ્રદેશ પ્રશાસન મિશન મોડમાં: નાણાં સચિવ ગૌરવ સિંહ રાજાવતે દમણવાડા ગ્રા.પં.ના વેલનેસ સેન્‍ટરની લીધેલી મુલાકાત

  • નાણાં સચિવ ગૌરવ સિંહ રાજાવતે દમણવાડા ગ્રામ પંચાયતમાંથી કુપોષણની સમસ્‍યાને નાબૂદ કરવામાટે બનાવેલો એક્‍શન પ્‍લાનઃ આરોગ્‍ય તંત્ર અને દમણવાડા ગ્રા.પં.ને પણ આપેલા જરૂરી દિશા-નિર્દેશો
  • સંઘપ્રદેશ પ્રશાસનના ઉચ્‍ચ અધિકારીઓ, કુપોષણ, ટી.બી. તથા રક્‍તપિત્તની નાબૂદી માટે રાખી રહેલા સીધી દેખરેખ

  • (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
    દમણ, તા.24 : ‘આયુષ્‍માન ભવઃ’ અભિયાન અંતર્ગત શનિવારે દમણવાડા ગ્રામ પંચાયતના આયુષ્‍માન ભારત વેલનેસ સેન્‍ટર ખાતે આરોગ્‍ય ચકાસણી મેળો અને કુપોષિત બાળકો માટે પૌષ્‍ટિક ખાદ્ય પદાર્થની કિટના વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં સંઘપ્રદેશના નાણાં અને પંચાયતી રાજ સચિવ શ્રી ગૌરવ સિંહ રાજાવતે ખાસ ઉપસ્‍થિત રહી આરોગ્‍યકર્મીઓ અને કુપોષિત બાળકોની માતાઓને માર્ગદર્શન આપ્‍યું હતું.
    સંઘપ્રદેશના નાણાં અને પંચાયતી રાજ સચિવ શ્રી ગૌરવ સિંહ રાજાવતને દમણવાડા ગ્રામ પંચાયતના ‘આયુષ્‍માન ભવઃ’ અભિયાનના કુપોષણ, ટી.બી.(ક્ષય) તથા રક્‍તપિત્ત નાબૂદી માટેના નિરીક્ષક અધિકારી તરીકેની પણ જવાબદારી સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા સુપ્રતકરાયેલી છે. જે અંતર્ગત શ્રી રાજાવતે શનિવારે ગ્રામ પંચાયત વિસ્‍તારના કુપોષિત બાળકોની યાદીની સમીક્ષા કરી આરોગ્‍યકર્મી અને દમણવાડા ગ્રામ પંચાયતને જરૂરી દિશા-નિર્દેશો આપ્‍યા હતા. જેમાં અગામી બે મહિનાની અંદર કુપોષિત બાળકોની સ્‍થિતિમાં ધરખમ સુધારો થાય તે પ્રકારની વ્‍યવસ્‍થા અને તકેદારી રાખવા જણાવ્‍યું હતું. તેમણે બાળકોને આપવામાં આવતી પૌષ્‍ટિક ખાદ્ય પદાર્થોની કિટનો ઓર્ડર દમણવાડા ગ્રામ પંચાયતને આપી તેને ખરીદવાની વ્‍યવસ્‍થા કરવા પણ જરૂરી દિશા-નિર્દેશો આપ્‍યા હતા. શ્રી ગૌરવ સિંહ રાજાવત અને દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ સી.એસ.આર. અંતર્ગત મળેલ પૌષ્‍ટિક ખાદ્ય પદાર્થની કિટનું વિતરણ પણ લાભાર્થી બાળકોની માતાઓને કર્યું હતું.
    આ પ્રસંગે મેડિકલ ઓફિસર ડૉ. નેતાજી ગોલી, કોમ્‍યુનિટી હેલ્‍થ ઓફિસર શ્રીમતી કાજલ પટેલ, દમણવાડા ગ્રામ પંચાયતના સેક્રેટરી શ્રી પ્રિયાંક પટેલ તથા સી.એસ.આર. કંપની હર્ટ્‍સ કેમિકલના પ્રતિનિધિ ઉપસ્‍થિત રહ્યા હતા.
    અત્રે નોંધનીય છે કે, સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કુશળ માર્ગદર્શન અને લોક કલ્‍યાણકારી નીતિના કારણે પ્રશાસનિક અધિકારીઓ પણ જરૂરિયાતમંદોના ઘરઆંગણે સુધી પહોંચી તેમની સમસ્‍યાનું સમાધાન કરવા તત્‍પર રહે છે. જેના કારણે પ્રદેશમાંપહેલી વખત સિનિયર સ્‍તરના આઈ.એ.એસ., આઈ.પી.એસ., આઈ.એફ.એસ., દાનિક્‍સ જેવા અધિકારીઓ પણ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાંથી કુપોષણ, ટી.બી. તથા રક્‍તપિત્તના રોગની નાબૂદી માટે મિશન મોડ ઉપર કામ કરી રહ્યા છે.

Related posts

થર્ટીફસ્‍ટે દમણથી મદિરા પાન કરી ગુજરાતમાં પ્રવેશ્‍યા તો સીધા પોલીસ હવાલાતમાં

vartmanpravah

ચીખલીના નોગામા ગામે ઘરો નજીક તળાવના ખોદકામથી ચોમાસામાં જાનહાની ન થાય તે માટે પાળો બનાવવા કરાયેલી માંગ

vartmanpravah

વલસાડમાં જલારામ મનોવિકાસ કેન્દ્ર દ્વારા વિશ્વ ડાઉન સિન્ડ્રોમ દિવસે રેલી નીકળી

vartmanpravah

દમણ કલેક્‍ટરાલયમાં બૂથ લેવલના અધિકારીઓને બી.એલ.ઓ. એપ્‍પ સંબંધિત તાલીમ અપાઈ

vartmanpravah

વાપી નોટિફાઈડ દ્વારા ચણોદ પાસે 35 વર્ષ જુની પાણીની ટાંકી કોલમ બ્રેકીંગ ટેકનોલોજીથી મિનિટોમાં ધરાશાયી કરાઈ

vartmanpravah

દાનહ જિલ્લા પ્રશાસને લેન્‍ડલેસ આદિવાસીઓને ફાળવવામાં આવેલ પ્‍લોટોનું બોગસ વીલના આધારે થયેલ ખરીદ-વેચાણની શરૂ કરેલી તપાસ

vartmanpravah

Leave a Comment