October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નવસારી લોકસભા મતદાર વિસ્તારમાં મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો

આગામી ચૂંટણીમાં રેકર્ડ લીડ માટે સભામાં ટંકાર કરાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.23: 25 નવસારી લોકસભા વિસ્‍તારના ચૂંટણી મધ્‍યસ્‍થ કાર્યાલયનું ઉદઘાટન સાધુ સંતોના આશીર્વાદ સાથે સ્‍વીઝ મોલ ગણદેવી રોડ ખાતે કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના મુખ્‍ય દંડક બાલુભાઈ શુક્‍લ અને ભાજપ રાષ્‍ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્‍યક્ષ જ્‍યોતિબેન પંડ્‍યા હાજર રહ્યા હતા. ઉદ્ધાટન બાદ પ્રસંગ પાર્ટી નવસારી ખાતે યોજાયેલા વિશિષ્ટ સમારંભમાં નવસારી જીલ્લા ભાજપા પ્રમુખ ભુરાલાલ શાહે મંચસ્‍થ મહેમાનોનો પરિચય આપી શાબ્‍દિક આવકાર આપ્‍યો હતો.


લોકસભાની ચૂંટણી માટે આપણે મેદાનમાં ઉતરી ચુક્‍યા છે. જંગી બહુમતીથી જે કોઈ ઉમેદવારને જીતાડવાના છે. અયોદ્યામાં રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા થઈ તે નરેન્‍દ્ર મોદીની સરકારે કામ કર્યુ છે. 2024 લોકસભા ચૂંટણીનાં મંડાણ થઈ ચુકયા છે. કથાકાર પ્રફુલ શુકલનું ભુરાલાલ શાહે સ્‍વાગત કર્યુ હતું. અશોક ગજેરાએ કાર્યક્રમનું સંચાલન કર્યુ હતું.
સભામાં ઉપસ્‍થિત ગુજરાત રાજ્‍ય સરકારનાં ધારાસભ્‍યોનું સ્‍વાગત કર્યુ હતું. આ પ્રસંગે ઉપસ્‍થિત કથાકાર પ્રફુલ શુકલ (ખેરગામ) કહયું કે કામ પર મંડી પડીએ. અયોધ્‍યામાં રામ પધાર્યા છે, તો રામ રાજ્‍યની સ્‍થાપના થઈ છે. ભાજપને 400 સીટ મળે તો હિંદુરાષ્‍ટ્ર બનશે. ભારત જ ભાજપ અને ભાજપ જ ભારતનું આગામી સમયમાં ચલણ બનશે. જ્‍યોતિબેન પંડયાએ સંગઠનની ટીમને ધન્‍યવાદ આપી નવસારી સીટમાં ઉમેદવારને પ્રચંડ બહુમતી જીતાડવાનો છે. રામ મંદિરની પ્રતિષ્ઠાથી સમગ્ર દેશ રામમય બન્‍યું છે. નેતૃત્‍વ સબળ હોય કામગીરી સારી હોય તો જ સફળ સંજાગ બને છે. સરકારની વિવિધ પ્રાથમિક સુવિધા માટે ગુજરાત મોડેલ સ્‍ટેટ છે. બાલુભાઈ શુકલા મુખ્‍ય મહેમાન (દંડક) બોલતાં જણાવ્‍યું કે સી.આર.પાટીલે સંગઠનની ધુરા સંભાળી છે. જેની શરૂઆત નવસારીથી થાય છે. સંગઠનમાં ચમત્‍કાર કર્યો છે. ટેકનોલોજીને જાડીને સંગઠનનું કામ કર્યુ છે. નરેશ પટેલે પ્રાસંગિક ઉદ્દબોધનમાં જણાવ્‍યું કે વિકસીત યાત્રામાં અદ્ભૂત વાતાવરણ જોવા મળ્‍યું હતું. આગામી ચૂંટણીમાં ઘરે ઘરે જઈને સફળતા અપાવીએ.
ગાંધીનગર રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ જે.પી.નડ્ડા, મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલ, સી.આર.પાટીલનાં કાર્યક્રમનું લાઈવ પ્રસારણ કરાયું હતું. આ પ્રસંગે 84 ના ધારાસભ્‍ય સંદીપભાઈ દેસાઈ ઉધનાના ધારાસભ્‍ય મનુભાઈ પટેલ લિંબાયતના ધારાસભ્‍ય સંગીતાબેન પાટીલ ગણદેવીના ધારાસભ્‍ય નરેશભાઈ પટેલ નવસારીના ધારાસભ્‍ય રાકેશભાઈ દેસાઈ ધારાસભ્‍ય આર. સી. પટેલ, નવસારી લોકસભાના પ્રભારી મહેન્‍દ્રભાઈ પટેલ ઉપસ્‍થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન નવસારી લોકસભાના સંયોજક અશોકભાઈ ધોરાજીયાએ કર્યું હતું.

Related posts

ઉમરગામ સોલસુંબાના ભવ્ય જૈન દેરાસરની ૨૩મી વર્ષગાંઠની કરાયેલી ઉજવણી

vartmanpravah

સમરોલીમાં સ્‍ટેટ મોનિટરીંગ સેલે હોમ રેઈડ કરી રૂા. 8.32 લાખના વિદેશી દારૂ સાથે માતા-પુત્રની કરેલી ધરપકડ : 4 વોન્‍ટેડ

vartmanpravah

દમણ ખાતે લાઈવ કન્‍સર્ટમાં ભાગ લેવા આવેલ સુપ્રસિદ્ધ ગાયિકા શ્રેયા ઘોષાલે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

વલસાડમાં અનુબંધમ પોર્ટલ અંગે માહિતી અને માર્ગદર્શન સેમિનાર યોજાયો

vartmanpravah

લોક કલ્‍યાણકારી બજેટઃ અમૃત કાળની મજબૂત આધારશીલા રાખવાની સાથે આત્‍મનિર્ભર ભારતના સંકલ્‍પને ઔર ગતિ આપશેઃ પ્રદેશ ભાજપ પ્રમુખ દીપેશ ટંડેલ

vartmanpravah

શરૂઆતમાં પોર્ટુગીઝ સરકારે પેશવા સરકાર દ્વારા નિમાયેલા દલાલો મારફતે જ કર વસૂલાત ચાલુ રાખી હતી

vartmanpravah

Leave a Comment