Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આજે બામટી ખાતે કોમ્‍યુનીટી હોલ અને કુમાર છાત્રાલયનું ખાતમુહૂર્ત કરાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ તા.19
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના બામટી ખાતે આદિજાતિ વિકાસ વિભાગ, ગાંધીનગર દ્વારા મંજૂર થયેલાકામો કલ્‍ચરલ કમ કોમ્‍યુનીટી હોલ અને સરકારી કુમાર છાત્રાલયના મકાન બાંધકામની ખાતમુહૂર્તવિધિ તા.20/5/2022ના રોજ બપોરે 3-00 કલાકે કરવામાં આવશે. આ ખાતમુહૂર્ત નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્‍સ વિભાગના મંત્રી કનુભાઈ દેસાઈ, આદિજાતિ વિકાસ, અન્ન અને નાગરિક પુરવઠો અને ગ્રાહકોની સુરક્ષા વિભાગના મંત્રી નરેશભાઈ પટેલના મુખ્‍ય મહેમાન પદે તેમજ કલ્‍પસર અને મત્‍સ્‍યોદ્યોગ (સ્‍વતંત્ર હવાલો) નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્‍યકક્ષાના મંત્રી શ્રી જીતુભાઈ ચૌધરી, જિલ્લા પંચાયત પ્રમુખ અલ્‍કાબેન શાહ તેમજ સાંસદ ડો. કે.સી.પટેલની પ્રેરક ઉપસ્‍થિતિમાં કરાશે. આ અવસરે અતિથિવિશેષ તરીકે ધારાસભ્‍યો સર્વેશ્રી અરવિંદભાઈ પટેલ, ભરતભાઈ પટેલ અને રમણલાલ પાટકર, સામાજિક ન્‍યાય સમિતિ અધ્‍યક્ષ શ્રી ધવલભાઈ પટેલ, ધરમપુર તાલુકા પંચાયત પ્રમુખ રમીલાબેન ગાંવિત, ધરમપુર નગરપાલિકા પ્રમુખ જ્‍યોત્‍સનાબેન દેસાઈ તેમજ બામટી સરપંચ વિજયભાઈ પાનેરીયા ઉપસ્‍થિત રહેશે. આ કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે.

Related posts

દમણ-દીવ સાંસદ ઉમેશભાઈ પટેલના અધ્‍યક્ષ સ્‍થાને મળેલ વિશેષ બેઠકમાં લેસ્‍ટર-યુ.કે.ના કોળી પટેલ સમાજના અધ્‍યક્ષ બનતા વાસુભાઈ પટેલ

vartmanpravah

દાનહ પીપરીયામાં નિર્માણાધીન ફલાય ઓવરબ્રીજ માટે કલેકટર દ્વારા ભારી વાહનોના અવર-જવર માટે ડાયવર્ઝન અંગે જારી કરાયેલો આદેશ

vartmanpravah

કરજગામ રાયવાડીમાં બોરિંગોમાંથી નીકળતું કલર યુક્‍ત પાણીની સમસ્‍યા યથાવત્‌

vartmanpravah

વાપી ગોલ્‍ડ કોઈન સર્કલથી ઝંડાચોકનો રોડ વરસાદમાં ચન્‍દ્રલોકની ધરતી જેવો બની ગયો

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયતે પારદર્શક વહીવટ અને વિકાસ કામોના સોશિયલ ઓડિટ ઉપર કરેલી ચર્ચા

vartmanpravah

વાપી હાર્દિક જોશી એકેડમી દ્વારા સ્‍ટેટ કરાટે ચેમ્‍પિયનશીપ યોજાઈ

vartmanpravah

Leave a Comment