Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી બલીઠામાં ગટરની કુંડીમાં ખાબકેલ આખલાને રેસ્‍ક્‍યુ કરી બચાવાયો

વાપીમાં અનેક જાહેર રસ્‍તા ઉપર ઢાંકણ વગરની ખુલ્લી ગટરો જોખમી બની રહેલ છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.17: વાપીમાં જાહેર રોડો ઉપર અનેક જગ્‍યાએ ગટરો ઉપર ઢાંકણાનો અભાવ જોવા મળી રહ્યો છે. પરિણામે અકસ્‍માત સર્જાતા રહ્યા છે. ગતરોજ બલીઠા કોળીવાડમાં ગટર ઉપર ઢાંકણ નહી હોવાથી મહાકાય આખલો ગટરમાં ખાબકી ગયો હતો. મહામુસીબતે રેસ્‍ક્‍યુ કરીને બહાર કાઢવામાં આવ્‍યો હતો.
વાપી બલીઠા કોળીવાડ વિસ્‍તારમાં ગટરની કુંડી ઉપર ઢાંકણ નહી હોવાથી એક આખલો ગટરમાં ખાબકી ગયો હતો. સરપંચ સ્‍મિત માહ્યાવંશીએ વાપી એનિમલ રેસ્‍ક્‍યુ ટીમના વર્ધમાન શાહને ટેલિફોન કરીને ઘટનાની જાણ કરી હતી. રેસ્‍ક્‍યુ ટીમે ઘટના સ્‍થળે પહોંચી દોઢ-બે કલાકની જહેમત બાદ આખલાને બહાર કાઢયો હતો. મોટી મુશ્‍કેલી ઉભી ના થાય તે જે.સી.બી. અને ફાયર બ્રિગેડને સજ્જ રખાયા હતા. વાપીમાં અનેક જગ્‍યાએ ગટરોના ખુલ્લા ઢાંકણા અકસ્‍માતને આમંત્રણ આપી રહ્યા છે ત્‍યારે વહિવટી તંત્રએ જરૂરી પગલાં ભરવા કાર્યવાહી કરવી રહી.

Related posts

દાનહ રમતગમત અને યુવા વિભાગ દ્વારા આંતર શાળા ક્રિકેટ ટુર્નામેન્‍ટ યોજાઈ

vartmanpravah

દીવ જિલ્લા ભાજપના અધ્‍યક્ષ બિપીનભાઈ શાહનાં નેતૃત્વ હેઠળ કલેકટર સલોની રાયની દમણ બદલી થતા ભાજપ પરિવારે પાઠવેલી શુભકામના

vartmanpravah

‘જળ શક્‍તિ અભિયાનઃ કેચ ધ રેઈન’ અંતર્ગત કેન્‍દ્રના નાણાં મંત્રાલયના નિર્દેશક અને સેન્‍ટ્રલ નોડલ ઓફિસર(સીએનઓ) સુશીલ કુમાર સિંઘે દાનહમાં ઉપલબ્‍ધ વિવિધ જળસ્રોતોની લીધેલી મુલાકાત

vartmanpravah

વલસાડ સિવિલમાં મૃત નવજાત શિશુને તરછોડી રફુચક્કર થઈ ગયેલી નિષ્‍ઠુર માતા ડુંગરાથી ઝડપાઈ

vartmanpravah

પારડી ઓવરબ્રીજ પર ચાલી રહેલ ટેમ્‍પામાં અચાનક આગ ભભૂકી ઉઠી

vartmanpravah

દાનહઃ સાયલી ખાતેની ઇન્‍ટરનેશનલ પેકેજિંગ કંપનીના સુપરવાઇઝરનું હૃદય રોગના હૂમલાથી મોત

vartmanpravah

Leave a Comment