September 1, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતપારડી

પારડી તરમાલીયા કથામાં પોલીસ ત્રાટકી : ચાર આયોજકોની અટક કરી

કોઈપણ પરમીશન વગર કથામાં 300 ઉપરાં લોકો એકઠા થયા હતા : કોરોનાના ગાઈડલાઈનનું ઉલ્લંઘન

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.19
પારડી તાલુકાના તરમાલીયા ગામે આજે બુધવારે પોલીસ એક કથાના આયોજનમાં ત્રાકટકી હતી. કલેક્‍ટરના જાહેરનામાનો ભંગ થતા પોલીસે કોઈપણ સેહશરમ રાખ્‍યા વગર ચાર આયોજકોની અટક કરી હતી તેમજ કથા અટકાવી દેવાઈ હતી.
પારડીના તરમાલીયા ગામે કોઈપણપરમીશન વગર કથાનું આયોજન ચાલી રહ્યું છે. તેવી માહિતી બાદ પોલીસ કથામાં ત્રાટકી હતી. કથામાં કથાકાર સહિત 300 ઉપરાંત લોકો એકઠા થયા હતા. સોશિયલ ડિસ્‍ટન્‍સનો અભાવ તેમજ કોઈએ પણ માસ્‍ક પહેર્યા નહોતા. તેથી કલેક્‍ટરના જાહેરનામાનો સદંતર ભંગ થયેલો હોવાથી પોલીસે કથા આયોજક વિનોદ બાબુભાઈ પટેલ, આશિષ છીબુભાઈ પટેલ, હિતેશ ઉત્તમભાઈ પટેલ, યોગેશ ભવાનભાઈ પટેલ એમ ચાર આયોજકની અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી આયોજન અટકાવી દેવાયું હતું.

Related posts

વાપીના રાજુભાઈ હાલાણીની ગુજરાત વકફ બોર્ડ મેમ્‍બર તરીકે વરણી

vartmanpravah

રાનકુવામાં પોસ્‍ટ કર્મચારીના ઘરનું તાળું તોડી તસ્‍કરો કસબ અજમાવી ફરાર થઈ ગયા

vartmanpravah

વાપી-ઉદવાડા વચ્‍ચે પાવર કમ ટ્રાફિક બ્‍લોકને કારણે તા.05-06 ડિસેમ્‍બરે 8 ટ્રેનનો સમય પ્રભાવિત થશે

vartmanpravah

ધરમપુરમાં પરંપરાગત રાજાશાહીથી રમાતી નારિયેળ ટપ્‍પાની રમત સાથે દિવાસાની ઉજવણી

vartmanpravah

તા.30મીએ તમાકુ નિયત્રણ કમિટિની બેઠક મળશે

vartmanpravah

વલસાડ-અતુલ સ્‍ટેશન નજીક ગોરખપુર-બાંદ્રા ટ્રેન નીચે ભાનુશાલી વેપારીએ પડતુ મુકી આપઘાત કર્યો

vartmanpravah

Leave a Comment