October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડવાપી

સરકારી કચેરી પરિસર અને તેની 200 મીટર ત્રિજ્‍યા વિસ્‍તારમાં ધરણાં-ઉપવાસ કરવા પર પ્રતિબંધ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.24
વલસાડના કલેકટર અને જિલ્લા મેજીસ્‍ટ્રેટ ક્ષિપ્રા એસ. આગ્રેએ તેમને મળેલી સત્તાની રૂએ વલસાડ જિલ્લાના જિલ્લા/ તાલુકા સેવાસદનમાં પોતાના કામ અર્થે આવતા નાગરિકોને કોઈ અગવડતા ન પડે તથા કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ જળવાઈ રહે તે હેતુસર જિલ્લા સેવા સદન, વલસાડ, તથા જિલ્લાના તમામ તાલુકા સેવાસદનની બહાર કે જિલ્લા/ તાલુકા સેવાસદનના પરિસરથી 200 મીટરનીત્રિજ્‍યાના વિસ્‍તારમાં તાત્‍કાલિક અસરથી તા.04/06/2022 સુધી અનઅધિકૃત/ ગેરકાયદેસર રીતે કોઈપણ વ્‍યકિતઓ/ વ્‍યકિતઓને એકી સાથે કોઈપણ જગ્‍યાએ ભેગા થઈને કોઈ મંડળી બનાવી ધરણા, પ્રતિક ધરણા, ભૂખ હળતાળ પર બેસવા, ઉપવાસ કે આમરણાંત ઉપવાસ ઉપર બેસવા માટે મનાઈ ફરમાવી છે. આ જાહેરનામાનો ભંગ કરનાર સજાને પાત્ર થશે.
આ જાહેરનામું ફરજ પર સરકારી નોકરી અથવા રોજગારમાં હોય તેવી વ્‍યકિતઓને, ફરજ પર હોય તેવી ગૃહરક્ષક દળની વ્‍યકિતઓને, લગ્નના વરઘોડા, સ્‍મશાનયાત્રા અને સક્ષમ અધિકારી તરફથી આપવામાં આવેલી પરવાનગી તેમજ સરકારશ્રી દ્વારા આયોજિત કાર્યક્રમો કે અભિયાનના કિસ્‍સામાં લાગુ પડશે નહીં.

Related posts

ભીલાડની સરકારી વિજ્ઞાન કોલેજમાં સ્‍વાસ્‍થ્‍ય અને આરોગ્‍ય સુરક્ષા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ઓરવાડમાં વીજ કરંટ લાગતા દિવાલ પરથી નીચે પટકાયેલા સુખેશના શ્રમિકનું કરુણ મોત

vartmanpravah

ચીખલી તાલુકાનાં તલાવચોરા ગામે કોંગ્રેસની ન્‍યાય યાત્રા મૃતક મિરલભાઈ હળપતિનાં પરિવારને ન્‍યાય અપાવવા લડત ચલાવશે

vartmanpravah

પ્રદૂષિત નદીઓ અંગે એન.જી.ટી.એ 2100 કરોડનો દંડ ફટકાર્યો : ગુજરાતની પ્રદૂષિત નદીઓમાં દમણગંગાનો પણ સમાવેશ

vartmanpravah

વાપીથી પાલઘર જવા ઈકોમાં નિકળેલી મહિલાની છેડતી થતા દિકરીને હાઈવે પર ફેંકી પોતે કુદી પડતા દિકરીનું મોત

vartmanpravah

સંઘપ્રદેશ એક્‍સાઈઝ વિભાગે ઉમરકૂઈથી પાસ પરમીટ વગરનો દારૂનો જથ્‍થો જપ્ત કર્યો

vartmanpravah

Leave a Comment