(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ,તા.27
સેલવાસ નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર બાંધકામો અને સરકારી જગ્યાઓ પર બનાવી દેવામા આવેલ દુકાનોને હટાવવાની ઝુંબેશ જોરશોરમા ચાલી રહી છે. જે સંદર્ભે પીપરીયા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ફેકટરીઓની આજુબાજુ રસ્તાને નડતરરૂપ ગેરકાયદેસર દુકાનો બનાવી દેવામા આવેલ જેઓના માલિકોને અગાઉ સ્વૈચ્છિક રીતે હટાવવા માટે નોટિસ પણ પાઠવવામા આવી હતી. પરંતુ તેઓ દ્વારા ગેરકાયદેસર બાંધકામો અને શેડો દુર નહી કરતા પાલિકાની ટીમ દ્વારા અંદાજીત દસથી બાર દુકાનાનું જેસીબી દ્વારા ડિમોલીશન કરવામા આવ્યું હતું.
આ વિસ્તારમાં હજીપણ બીજા ઘણાબધા ગેરકાયદેસર બાંધકામો અને દુકાનો છે એને હટાવવાની પણ કાર્યવાહી હાથ ધરવામા આવશે.
Previous post