October 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીના મહત્‍વાકાંક્ષી પાંચ પ્રોજેક્‍ટની કામગીરી ઠપ્‍પ: નજીકના ભવિષ્‍યમાં સમસ્‍યાઓના અંતની કોઈ વકી નથી

વાપી રેલવે ઓવરબ્રીજ, જુના ફાટક અંડરબ્રિજ, બલીઠા અંડરપાસ, જે ટાઈપ ઓવરબ્રીજ તથા બલીઠા ફાટક પુલ ‘જૈસે થે’ની સ્‍થિતિમાં

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.30: વાપીમાં જે તે સમયે પાંચ જેટલા મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્‍ટ મોટા ઉપાડે કાર્યરત કરવામાં આવ્‍યા હતા. વાપી વાસીઓ માટેની મહત્ત્વની સુવિધા જેવા વાપી રેલવે ઓવરબ્રિજ, જુના ફાટક અંડરબ્રિજ, બલીઠા અંડરપાસ, જે ટાઈપ ઓવરબ્રિજ અને બલીઠા ફાટક પુલ જેવા પાંચ મહત્ત્વના પ્રોજેક્‍ટ શરૂ કરવામાં આવ્‍યા હતા. જેમાં એક રેલવે આરઓબીનું ખાતમુહૂર્ત સી.એમ.ના હાથે થયેલું પરંતુ તંત્રની નિરસતા કે અન્‍ય ટેકનિકલ કારણોસર વાપીના આ તમામ પાંચ પ્રોજેક્‍ટની કામગીરી ખોરંભે પડી ગયેલી નિહાળાઈ રહીછે.
વાપીની ભૌગોલિક સ્‍થિતિના કારણે ટ્રાફિકની સમસ્‍યા રોજ બેવડાતી રહે છે તેથી જુનો રેલવે પુલ પાડીને 142 કરોડના ખર્ચે નવો પુલ બનાવવાની કામગીરી જે તે સમયે વાજતે ગાજતે શરૂ કરી દેવાઈ હતી. સાથે સાથે પાલિકા દ્વારા જુના ફાટક અંડરપાસની કામગીરી પણ શરૂ કરી દેવાઈ હતી. બીજી તરફ બલીઠા અંડરપાસની 20 કરોડના ખર્ચે કામગીરી શરૂ થઈ હતી. બલીઠા ફાટકનો ઓવરબ્રિજ તો શરૂઆતથી જ ઘોંચમાં પડયો. કામ શરૂ થયું, બંધ થયું હવે ફરી શરૂ થયું છે પણ સ્‍થિતિ તો એ જ રહી છે. જે ટાઈપ ઓવરબ્રિજનું પણ એવું જ. હાલ તો સુરસુરીયુ થયેલું જણાય છે. 80 ટકા કામગીરી પૂર્ણ થઈ છે છતાં હજુ પ્રગતિ જોવા મળતી નથી. આ તમામ પાંચ પ્રોજેક્‍ટ ઘોંચમાં પડી રહેલા હોવાથી તેનો ભોગ વાપીની આમ જનતા રોજેરોજ બની રહી છે. અનેક કિલોમીટર ચકરાવો લોકો મારી રહ્યા છે. આ તમામ પ્રોજેક્‍ટની કોસ્‍ટ જેટલો તો પેટ્રોલનો લોકો ધુવાડો કરી ચૂક્‍યા છે. છતાં પણ નજીકના ભવિષ્‍યમાં સમસ્‍યાઓમાંથી છુટકારો મળે તેવા અણસાર 2024ના અંત સુધીમાં તો દેખાતા નથી.
—-

Related posts

વલસાડથી અતુલ કંપનીમાં નોકરી જવા નિકળેલ આધેડનું પાટો ઓળંગતા ટ્રેન અડફેટમાં આવી જતા મોતનિપજ્‍યું

vartmanpravah

સેલવાસ ડીસ્‍ટ્રીક્‍ટ કોર્ટ ખાતે યોજાયેલી લોક અદાલતમાં 79 કેસોનો કરાયેલો નિકાલઃ 1,38,76,915.7 રૂપિયાનીકરાયેલી રિક્‍વરી

vartmanpravah

રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળ અને દમણ એડવોકેટ બાર એસો.ના સહયોગથી દમણ દાભેલના ક્રિકેટ ગ્રાઉન્‍ડ ખાતે યોજાયેલ કાનૂની જાગૃતતા શિબિર

vartmanpravah

વાપીમાં ટેમ્‍પોથી પત્રકારને ટક્કર મારી ભાગેલ ટેમ્‍પો ચાલક ઝડપાયો

vartmanpravah

સેલવાસ શ્રી કચ્‍છી ભાનુશાલી મિત્ર મંડળ દ્વારા રક્‍તદાન કેમ્‍પ અને મેડિકલ કેમ્‍પનું કરાયેલું આયોજન

vartmanpravah

વલસાડથી સાળંગપુર સુધીની એસટી બસ સેવાનો કરાયો પ્રારંભ

vartmanpravah

Leave a Comment