October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સલવાવની શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં ‘‘વિશ્વ પર્યાવરણ દિવસ” નિમિત્તે  ‘બેસ્‍ટ આઉટ ઓફ વેસ્‍ટ”સ્પર્ધા યોજાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.05:G20 ની થીમ “વસુધૈવ કુટુમ્બકમ” (એક પૃથ્વી, એક કુટુંબ, એક ભવિષ્ય) અંતર્ગત વિવિધ પ્રવૃત્તિ નું આયોજન કરેલું છે. જેમાં રાજ્યએ તેમની ભાગીદારી સુનિશ્ચિત કરવા જુદી જુદી પ્રવૃતિઓ હાથ ધરી છે જેનાથી વિદ્યાર્થીઓને પ્રેરણા અને પ્રોત્સાહિત કરવામાં આવશે. જેથી G20 ની ક્લઈમેટ ચેન્જ અને ડીઝાસ્ટર રિસ્ક રીડકસ્ન: મેકિંગ સસ્ટેઈનેબલ અ વે ઓફ લાઇફ અને માનનીય પ્રધાનમંત્રી અને શિક્ષણમંત્રી દ્વારા શરુ થયેલી LiFE (Lifestyle for Environment) પ્રવૃત્તિને અનુલક્ષીને શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્ર સલવાવ દ્વારા સંચાલિત, શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજ ખાતે IQAC અને પર્યાવરણ સમિતિના નેજા હેઠળ તારીખ: ૫/૬/૨૦૨૩ ના રોજ “વિશ્વ પર્યાવરણ દિવસ” નિમિત્તે બેસ્ટ આઉટ ઓફ વેસ્ટ”સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું.
આ સ્પર્ધા નો મુખ્ય હેતુ પર્યાવરણની સુરક્ષા માટે જાગૃતિ અને કાર્યવાહીને પ્રોત્સાહિત કરવા માટેનું છે. જેમાં દરિયાઈ પ્રદૂષણ, વસ્તી વધારો, ગ્લોબલ વોર્મિંગ, સાતત્યપૂર્ણ વિકાસ અને વન્યજીવન અપરાધ જેવા પર્યાવરણીય મુદ્દાઓ પર જાગૃતિ લાવવા માટેનું છે. વિશ્વ પર્યાવરણ દિવસ જાહેર જનતા સુધી પહોંચવા માટેનું એક ઉતમ વૈશ્વિક મંચ છે. આ સ્પર્ધા નું સમગ્ર માર્ગદર્શન એકેડેમિક કેમ્પસ ડિરેક્ટર ડો. શૈલેષ વી. લુહાર અને કોલેજ ના આચાર્ય શ્રી ડૉ. સચિન બી. નારખેડે અને કોરડીનેટર પર્યાવરણ સમિતિના ના હેડ અને અસીસ્ટંટ પ્રોફેસર શ્રીમતી પ્રીતિ સિંઘ અને અસીસ્ટંટ પ્રોફેસર કુમારી હેલી દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.
પરમ પૂજ્ય પુરાણી કપિલજીવનદાસજી એ વિદ્યાર્થીઓને આ સ્પર્ધામાં સક્રિયપણે ભાગ લેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા અને આ સ્પર્ધા માં પ્રથમ અને દ્વિતીય વર્ષ ના વીદ્યાર્થીઓ એ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓને સામેલ કરવા અને ઇકોસિસ્ટમ અને પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા કેળવવાની દિશામાં આ એક મોટું પગલું હતું. તેમજ આ ઉપરાંત કોલેજના આચાર્યશ્રીએ વિદ્યાર્થીઓને સસ્ટેઈનેબલ પ્રેક્ટીસ નો મહતમ ઉપયોગ અને પ્રદુષણનો ન્યુનતમ ફેલાવોથી પર્યાવરણને બચાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
આ સ્પર્ધાનું મૂલ્યાંકન ડૉ. અનુરાધા પી. પ્રજાપતિ, શ્રીમતી જ્યોતિ યુ. પંડ્યા અને શ્રીમતી સોનલ એચ. ઠાકોર દ્વારા કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં માં વિજેતા થયેલા વીદ્યાર્થીઓ ને પરમ પૂજ્ય પુરાણી કપિલજીવનદાસજી દ્વારા સર્ટીફીકેટ આપી પ્રોત્સાહિત કર્યા હતા. જેમાં મોડેલ સ્પર્ધામાં માલી વિકાસકુમાર પ્રથમ સ્થાણે, ક્રિષ્ના કૈલાશ પોશીયા દ્વિતીય સ્થાને અને કુમાવત સોનાકુમારી રતનલાલ તૃતીય સ્થાને અને કલાકૃતિ સ્પર્ધા માં મહેક પ્રજાપતિ પ્રથમ સ્થાને, આર્ચી શેઠ દ્વિતીય સ્થાને અને કુમાવત સોનાકુમારી રતનલાલ તૃતીય સ્થાને રહ્યા હતા તેમજ આ ઉપરાંત આ સ્પર્ધામાં માં ભાગ લેનાર વિદ્યાર્થીઓ ને પણ ઈ- સર્ટીફીકેટ આપવામાં આવ્યા હતા.
આ સ્પર્ધામાં શ્રી સ્વામિનારાયણ સંસ્થાના અધ્યસ્થાપક પરમ પૂજ્ય પૂરાણી સ્વામી કેશવચરણદાસજી, મેનેજિંગ ટ્રસ્ટી પરમ પૂજ્ય પૂરાણી સ્વામી કપિલજીવનદાસજી, પરમ પૂજ્ય રામસ્વામીજી, ટ્રસ્ટી શ્રી. બાબુભાઈ સોડવડીયા, ટ્રસ્ટીગણ, કેમ્પસ એકેડેમિક ડીરેક્ટર ડૉ. શૈલેશ વી. લુહાર, કેમ્પસ ડીરેક્ટર શ્રી. હિતેન બી. ઉપાધ્યાય, ડૉ. સચિન બી. નારખેડે અને તમામ સ્ટાફે મોડેલ અને કલાકૃતિ ને જોતા દરેકનો આભાર માન્યો હતો.

Related posts

21st સેન્‍ચ્‍યુરી કેન્‍સર કેર સેન્‍ટરના ડો.અક્ષય નાડકર્ણીએ આંતરરાષ્‍ટ્રીય કેન્‍સર કોન્ફરન્સ લંડનમાં આયુષ્‍યમાન ભારત યોજનાની પ્રશંસા કરીનેભારત અને વાપીને વૈશ્વિક પ્‍લેટફોર્મ પર મુકયું

vartmanpravah

નવસારીની કૃષિ યુનિવર્સિટીમાં આંતર પોલીટેકનીક કબડ્ડી ટુર્નામેન્‍ટ 2022નું કરાયેલુ આયોજન

vartmanpravah

દમણમાં લોકસભાની જળ સંસાધન સમિતિનું આમગનઃ દમણ ખાતે સમિતિના ચેરમેનની જવાબદારી અમદાવાદ(પૂર્વ)ના સાંસદ હસમુખભાઈ પટેલ સંભાળશે

vartmanpravah

કેન્‍દ્રીય મત્‍સ્‍યોદ્યોગ મંત્રી પરષોત્તમ રૂપાલા દ્વારા ગુજરાત રાજ્‍યના દરિયાકાંઠે સાગર પરિક્રમા યાત્રાનું કરાયેલું આયોજન

vartmanpravah

દાનહઃ ખેરડી પંચાયતના કલા ગામમાં ત્રિ-દિવસીય ક્રિકેટ ટુર્નામેન્‍ટ યોજાઈ

vartmanpravah

ખડકી પેટ્રોલપંપ પર છૂટા માંગવા આવી ડ્રોઅરમાં રાખેલ 25 હજાર લઈને પલાયન

vartmanpravah

Leave a Comment