December 1, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

વાપી સેકેન્‍ડ ફેઈઝમાં આવેલ કંપનીમાં મધરાતે ભીષણ આગ લાગી

એરોકેમ પ્રા.લી. કંપનીમાં આગ બુઝાવવા 6 જેટલા ફાયર ફાઈટરોએ છથી સાત કલાક જહેમત ઉઠાવી હતી
(વર્તમન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી,તા.25
વાપી જી.આઈ.ડી.સી. વિસ્‍તારમાં સેકન્‍ડ ફેઈઝમાં આવેલ એક કંપનીમાં મધરાતે અચાનક ભિષણ આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી.
વાપી જીઆઈડીસી સેકન્‍ડ ફેઈઝમાં આવેલ એરોકેમ પ્રા.લી.નામની કંપનીમાં મધરાતે ભિષણ આગ લાગી હતી. આગની ઘટના બાદ વાપી નોટીફાઈડ ફાયર અને નગરપાલિકાના ફાયર ફાઈટરો ઘટના સ્‍થળે ધસી ગયા હતા. આગની જવાળાઓ દેખાઈ રહી હતી. આ કંપનીમાં અગાઉ પણ આગ લાગી હતી. વારંવાર લાગતી આગની ઘટનામાં કંપનીની ફાયર સેફટી પણ શંકાના દાયરામાં આવી જાય તેમ છે. આગને બુઝાવવા માટે ફાયર બ્રિગેડે છથી સાત કલાક એટલે મધરાતથી સવારથી સતત જહેમત ઉઠાવી આગપર કાબુ કરી લીધો હતો. અલબત્ત આગ લાગવાનું કારણ હજુ અકબદ્ધ છે. ઘટનામાં જાનહાનીનો કોઈ અહેવાલ નથી.

Related posts

વાપીની મેરેથોન ગર્લ્‍સ માધુરી પ્રસાદનું સુષ્‍મા સ્‍વરાજ એવોર્ડથી સન્‍માન કરાયું

vartmanpravah

બગવાડા ટોલનાકા ઉપર અજાણ્‍યા વાહનની ટક્કર લાગતા પારડીના યુવાનની કાર ટોલ રેટ બોર્ડમાં ઘૂસી ગઈ

vartmanpravah

આમલી દત્ત ધામની સામે બંધ ઘરના ઓટલા ઉપરથી અજાણ્‍યા યુવાનની લાશ મળી

vartmanpravah

સંઘપ્રદેશના પી.ડબ્‍લ્‍યુ.ડી. વિભાગમાં કાર્યરત જે.ઈ.(ઈલેક્‍ટ્રીકલ) નરેન્‍દ્રસિંહ એન. દેસાઈએ સ્‍વૈચ્‍છિક નિવૃત્તિ માટે પ્રશાસનને કરેલી અરજ

vartmanpravah

દાદરા નગર હવેલીમાં આદિવાસી સમાજ દ્વારા વાઘબારસની પારંપરિક ઉજવણી કરાઈ

vartmanpravah

દાનહના અંતરિયાળ ગામડાંઓના લોકો પાણી માટે નદી, ખનકી, ટેન્‍કરના ભરોસે

vartmanpravah

Leave a Comment