January 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદીવદેશ

દીવ સહિત પ્રદેશની તમામ નગરપાલિકાઓમાં કાઉન્‍સિલર બનીને રૂપિયા કમાવાની ભાવના રાખનારાઓના પુરા થયેલા દિવસો

હવે પ્રમાણિકતાથી નીતિ-નિયમોના દાયરામાં રહી પેટે પાટા બાંધી ગાંઠના ખર્ચી વિકાસની રાજનીતિનો શરૂ થયેલો નવો ટ્રેન્‍ડ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ,તા.02
દીવ નગરપાલિકાની વિદાય લઈ રહેલી ચૂંટાયેલી પાંખ માટે 2017થી 2022 સુધીના પાંચ વર્ષ તેમના કાર્યકાળ માટે બિન ઉત્‍પાદક રહ્યા હોવાનું સમજાય છે. ગત ચૂંટણીમાં કરેલા ખર્ચ જેટલા રૂપિયા પણ સરભર નહીં થતાં હવે પાલિકામાં કાઉન્‍સિલર બની કમાવાની ભાવના રાખનારાઓના દિવસો પુરા થયા હોવાની લાગણી વ્‍યક્‍ત થઈ રહી છે.
પ્રધાનમંત્રી તરીકે શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના આગમન અને પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલે સંભાળેલા કાર્યભાર બાદ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં માતબર રૂપિયા ખર્ચી પ્રમુખ પદમેળવનારાઓના દિવસો પુરા થયા છે. હવે પ્રમાણિકતાથી અને નીતિ-નિયમોના દાયરામાં રહી પેટે પાટા બાંધી વિકાસલક્ષી રાજનીતિનો ટ્રેન્‍ડ શરૂ થયો છે. જેના કારણે જેઓ ચૂંટણીમાં પૈસા ખર્ચી વિજેતા બનતા ઉમેદવારોના દિવસો પણ પુરા થયા છે.
આ વખતે દીવ નગરપાલિકામાં પણ પ્રમાણિક છબી ધરાવતા શિક્ષિત અને સેવાભાવી ઉમેદવારો તરફ લોકોનો ઝોક દેખાઈ રહ્યો છે. ચૂંટણીમાં પૈસા ખર્ચવાની જગ્‍યાએ સહમતિથી ઉમેદવારોની પસંદગી કરી સ્‍માર્ટ સીટી દીવને ચાર ચાંદ લગાવવાનો જુસ્‍સો આમજનતામાં પણ દેખાઈ રહ્યો છે. હવે આવતા દિવસોમાં દીવ નગરપાલિકાનું રાજકારણ કઈ દિશા તરફ શહેરને લઈ જવા ઈચ્‍છે છે તે પણ સ્‍પષ્‍ટ થઈ જશે.

Related posts

ચીખલીના વંકાલ ગામે તળાવમાં પાણી સુકાતા આગેવાનો દ્વારા તળાવમાં પાણી છોડવા અંબિકા વિભાગને આવેદનપત્ર અપાયું

vartmanpravah

ચીખલી-ખેરગામ રોડ ઉપર ચાડીયા નજીક છોટા હાથી ટેમ્‍પોએ મારેલી પલ્‍ટીઃ ચાલકનો ચમત્‍કારિક બચાવ

vartmanpravah

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિરમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી

vartmanpravah

ગરીબ આદિવાસી વિધવા મહિલાને ઘર બનાવી આપી માનવતાની મહેક ઉજાગર કરતું પારડી જીવદયા ગ્રુપ

vartmanpravah

હવે વલસાડ જિલ્લા ટ્રાફિક પોલીસ હાઈવે ઉપર લેઝર સ્‍પીડ ગનથી વાહનોની ગતિ કન્‍ટ્રોલ કરશે

vartmanpravah

વલસાડ મોટા સુરવાડામાં બે યુવાનોએ ગ્રામજનો સમક્ષ એલ.ઈ.ડી. માધ્‍યમથી ભ્રષ્‍ટાચારનો પર્દાફાશ કર્યો

vartmanpravah

Leave a Comment