(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.24
સેલવાસની લાયન્સ ઈંગ્લીશ શાળાનું ધોરણ 10નું સીબીએસઈનું પરિણામ 99 ટકા આવ્યું છે. ઈશાન મેહતાએ સાયન્સમાં અદ્યશા ખટુઆએ ગણિત અને હિન્દીમાં અને શ્રેયા મિષાીએ સામાજીક વિજ્ઞાનમાં 100 ટકા મેળવી શાળાનું નામ રોશન કર્યું છે. 98.80 ટકા સાથે અદ્યશા ખટુઆ પ્રથમ, 97.80 ટકા પ્રાપ્ત કરી દત્તારાજ બાલકૃષ્ણન સૌદાગર બીજા નંબરે અને 97.40 ટકા સાથે ઈશાન મહેતા ત્રીજા નંબરે રહ્યા હતા. આ શાળામાં 437 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી તમામે તમામ વિદ્યાર્થીઓ પાસ થતાં શાળાનું પરિણામ સો ટકા આવ્યું છે. આ અવસરે લાયન્સ ક્લબ ઓફ સિલવાસા ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન શ્રી ફત્તેહસિંહ ચૌહાણે વિદ્યાર્થીઓના પરિશ્રમની સરાહના કરી અને એમના ઉજ્જવળ ભવિષ્યની કામના આપી હતી. આ દરેક શિક્ષકોનું યોગદાનનું ફળસ્વરૂપે જ સંભવ છે. શાળાના આચાર્ય શ્રી એ.એન.શ્રીધર અને વાઈસ પ્રિન્સિપાલ નિરાલી પારેખે પણ વિદ્યાર્થીઓનેશુભકામના આપી હતી.