Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

દમણ જિ.પં.ના ઉપ પ્રમુખ મૈત્રીબેન પટેલ અને સિંચાઈ સમિતિના ચેરપર્સન સિમ્‍પલબેન પટેલના હસ્‍તે પ્રગતિશીલ ખેડૂતોને ડાંગરના ઉચ્‍ચ બિયારણ જૈવિક ખાતરનું કરાયેલું વિતરણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.02
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આજે 90 જેટલા ખેડૂતોને ખરીફની ખેતી માટે બિયારણ અને જૈવિક ખાતરનું વિતરણ દમણ જિલ્લા પંચાયત દ્વારા ઉપ પ્રમુખ શ્રીમતી મૈત્રીબેન જતિન પટેલ અને ઉત્‍પાદન સહકારિતા અને સિંચાઈ સમિતિના ચેરપર્સન શ્રીમતી સિમ્‍પલબેન અમૃતભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્‍યું હતું.
ખેડૂતોને ડાંગરનું ઉચ્‍ચ કક્ષાનું બિયારણ અને જૈવિક ખાતરનું વિતરણ કરાયું હતું. જિલ્લા પંચાયતના કૃષિ વિભાગ દ્વારા ‘સંકલિત કૃષિ વિકાસ યોજના’ અંતર્ગત ખેડૂતોને ડાંગરનું બિયારણ અને જૈવિક ખાતરનું વિતરણ કરવામાં આવ્‍યું હતું. આજે ખેડૂતોને 50 ટકા સબસીડી ઉપર કુલ 2106 કિલોગ્રામ ડાંગરનું બિયારણ અને 100 ટકા સબસીડી ઉપર360 કિલોગ્રામ જૈવિક ખાતર આપવામાં આવ્‍યું હતું. આજે દમણવાડા, પરિયારી અને કચીગામના પ્રગતિશીલ ખેડૂતોએ લાભ લીધો હતો.
વહેલા તે પહેલાના ધોરણે ખેડૂતોને ખરીફની ખેતી માટે ઉચ્‍ચ કક્ષાનું ડાંગરનું બિયારણ અને જૈવિક ખાતરનું વિતરણ અગામી કેટલાક દિવસો સુધી ચાલુ રહેનાર હોવાની જાણકારી જિલ્લા પંચાયત દ્વારા આપવામાં આવી છે.

Related posts

વાપીમાં મોદીના રોડ શો દરમિયાન બે પ્રેરક રોચક ઘટના ઘટી હતી

vartmanpravah

ઉમરસાડી માછીવાડમાં ન્‍હાવા પડેલ બે મિત્રો પૈકી એકનું ડૂબી જવાથી મોત

vartmanpravah

ભાજપ ઓબીસી મોર્ચાના પ્રદેશ પ્રભારી વિશાલભાઈ ટંડેલ ત્રિ-દિવસીય આસામ રાજ્‍યના પ્રવાસે

vartmanpravah

વાંસદા વનવિદ્યાલય હાઈસ્‍કૂલની વિદ્યાર્થીનીનું વરસાદમાં ઘર તૂટી પડતા સ્‍કૂલ પરિવાર મદદે દોડયો

vartmanpravah

મકરસંક્રાતી ચિત્રસ્‍પર્ધા માટે અરજીઓ મંગાવાઇ

vartmanpravah

મહર્ષિ દયાનંદ ફાઉન્‍ડેશનના ઉપક્રમે વાપીમાં માહ્યાવંશી સમાજના યુવાનો માટે આઈ.એ.એસ., આઈ.પી.એસ. પરીક્ષાના માર્ગદર્શન માટે યોજાઈ શિબિર

vartmanpravah

Leave a Comment