January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

દમણથી ગીર સોમનાથ દારૂ હેરાફેરી કરતી કારને પારડી હાઈવેથી એલસીબીએ ઝડપી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.30: દમણથી એક ઝાયલો કારમાં દારૂનો જથ્‍થો ભરી ગીર સોમનાથ જતી હોવાની બાતમી પેટ્રોલિંગ કરતાં એલસીબીના પોલીસ કોન્‍સ્‍ટેબલ ભૂપેન્‍દ્રસિંહ અને જયરામભાઈને મળતા પારડી વલ્લભ આશ્રમ સ્‍કૂલ સામે નેશનલ હાઈવે પર વોચ ગોઠવી હતી, અને બાતમી વાળી ઝાયલો કાર નંબર જીજે-10-વાય-9621 આવતા અટકાવી તલાશી લેવામાં આવતા કાર એક સમયે ખાલી મળી હતી. પરંતુ ચોક્કસપણે આ કારમાં દારૂ ભરી હેરાફેરી કરતી હોવાની માહિતી આધારે ઝીણવટભરી તલાશી લેવામાં આવતા કારના છતના ભાગે ચોરખાના મળ્‍યા હતા. જેના સ્‍ક્રૂ ખોલી જોતાં અંદરથી વિદેશી દારૂની બોટલ નંગ 600 જેની કિંમત રૂા.30,000નો જથ્‍થો હાથ લાગ્‍યો હતો જેથી રૂા.3 લાખની કાર મળી દારૂ સાથે રૂા.3,30,000 નો મુદ્દામાલ કબજે લેવાયો હતો અને ચાલક સોમિતસિંઘ નંદકિશોર સિંઘ રહે.ગીર સોમનાથ, વેરાવળ, મોચીનગરની ધરપકડ કરવામાં આવી છે અને આ હેરાફેરીમાં સંડોવાયેલા ચાલકનો શેઠ નરોત્તમદાસ ભગવાનદાસ લશ્‍કરી અને ચંદ્રેશરામભાઈ લાલચંદ્રાણી બંને રહે.ગીર સોમનાથ વેરાવળ, હૂડકો સોસાયટીને વોન્‍ટેડ જાહેર કરવામાં આવ્‍યા છે અને આ મામલે પોલીસ કોન્‍સ્‍ટેબલ ભૂપેન્‍દ્રસિંહ જાદવે પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

Related posts

સેલવાસ સિવિલમાં સારવાર દરમ્‍યાન યુવાનનું મોત

vartmanpravah

ગુજરાતની અન્‍ય ઔદ્યોગિક વસાહતોની સાથે વાપી વી.આઈ.એ. દ્વારા મતદાનના દિવસે કર્મચારીઓની રજા રાખવા જાહેર અપીલ કરાઈ

vartmanpravah

ભારત રામરાજ્‍યની તરફઃ ઉપ રાષ્‍ટ્રપતિ જગદીપ ધનખડ

vartmanpravah

પ્રેસિડેન્‍ટ મોહમ્‍મદ નલવાલાના અધ્‍યક્ષ સ્‍થાને લાયન્‍સ ક્‍લબ ઓફ પારડી પર્લની મળી ચોથી બોર્ડ મિટિંગ

vartmanpravah

વાપી વીઆઈએમાં વીજ કંપની અધિકારીઓની ઉપસ્‍થિતિમાં ઉર્જા સંરક્ષણ જાગૃતિ સેમિનાર યોજાયો

vartmanpravah

દાનહમાં નવો એકપણ કોરોના પોઝિટિવ કેસ નહીં નોંધાયોઃ સતર્કતા જરૂરી

vartmanpravah

Leave a Comment