Vartman Pravah
Breaking Newsવલસાડવાપી

કોરોનાના વધતા સંક્રમણને લઈ પ્રશાસનનો મોટો નિર્ણય : આગામી રવિવારથી વલસાડમાં રવિવારી બજાર બંધ

પ્રત્‍યેક રવિવારે વલસાડમાં ખાસ રવિવારી બજાર યોજાય છે : બહારગામથી પણ વેપારી અને ગ્રાહકો ઉમટે છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.07
પાછલા ત્રણ દિવસથી વલસાડ જિલ્લા અને વલસાડ વિસ્‍તારમાં કોરોનાનું સંક્રમણ બેફામ બની રહ્યું છે. જેને અટકાવવા વહીવટી તંત્ર તરફથી એક એક નવા નિયમો આદેશ જાહેર કરવામાં આવી રહ્યા છે. આજે વલસાડ સીટીમાં સ્‍પેશિયલ રિક્ષા લાઉડ સ્‍પિકર દ્વારા જાહેર સુચના આપવામાં આવી હતી કે આગામી રવિવારથી વલસાડમાં યોજાતુ રવિવારી બજાર હવે પછીથી બંધ રાખવું એવો કલેક્‍ટર વલસાડએ હૂકમ જાહેર કરેલ છે.
આમ સામાન્‍ય માનવીની રોજીંદી નાની નાની ચીજવસ્‍તુઓની જરૂરીયાત માટે વલસાડમાં સ્‍પેશિયલ રવિવારી બજાર ભરાય છે. જેમાં દૂર દૂરથી લોકો સામાન ખરીદવા આવતા હોય છે પરંતુ કોરોનામાં થઈ રહેલ બેફામ વધારાને ધ્‍યાને લઈને જિલ્લા વહિવટી તંત્રએ આગામી રવિવારથી વલસાડમાં યોજાતુ રવિવારી બજાર બંધ રાખવાનો હૂકમ આપ્‍યો છે તેમજ કોરોનાની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરનારને શિક્ષાત્‍મક કાર્યવાહી થશે તેવી રિક્ષા લાઉડ સ્‍પિકરથી આજે જાહેરાત કરવામાં આવી હતી.

Related posts

વાપીની કંપનીમાં સિવિલ કામ કરતા બેમજુરોએ રૂા.7.77 લાખના ચાંદી વાયર બંડલ ચોરી કરતા ધરપકડ

vartmanpravah

સંઘના સ્‍થાપના દિવસના ઉપલક્ષમાં આયોજીત વિજયા દશમી શષા પૂજન કાર્યક્રમ

vartmanpravah

દીવમાં સુશાસન સપ્તાહ અંતર્ગત વણાકબારા ગ્રામ પંચાયતમાં ‘પ્રશાસન ગાંવ કી ઓર’ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ભીલાડ નજીકના ડેહલી ગુલશન નગરમાંથી ગૌવંશ કતલખાનું ઝડપાયું

vartmanpravah

દમણવાડાની સરકારી હાયર સેકન્‍ડરી સ્‍કૂલમાં ‘‘ભારતીય ભાષા ઉત્‍સવ”નું થયું સમાપનઃ વિદ્યાર્થીઓને ઈનામો વિતરીત કરાયા

vartmanpravah

વાપી જીઆઈડીસી સેકન્‍ડ ફેઝ સ્‍થિત ભંગારના ગોડાઉનમાં ભિષણ આગ લાગતા દોડધામ મચી

vartmanpravah

Leave a Comment