February 5, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

એન. આર. અગ્રવાલજીની પુણ્‍યતિથિ નિમિતે સરીગામ અને વાપી ખાતે મેગા બ્‍લડ ડોનેશન કેમ્‍પ આયોજન કરાયું : 715 બોટલ રક્‍ત એકત્રિત કરી માનવસેવાનું રજૂ કરેલું દ્રષ્ટાંત

પ્રયોજક ગાયત્રી શક્‍તિ પેપર એન્‍ડ બોર્ડસ લિમિટેડ અને એન આર અગ્રવાલ લિમિટેડના આયોજનમાં એસઆઈએની ટીમ ખડે પગે તેનાત રહી
ભજવેલી મહત્‍વની ભૂમિકા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.07: સરીગામ જીઆઈડીસી સ્‍થિત એસ.આઈ.એ.ના સભાખંડમાં સ્‍વ.શ્રી એન. આર અગ્રવાલજીની પુણ્‍યતિથિ નિમિત્તે સતત પાંચમી વાર મેગા રક્‍તદાન શિબિરનું આયોજનમાં 715 બોટલ રક્‍ત એકત્રિત કરવામાં આવ્‍યું હતું કરવામાં આવ્‍યું હતું.
સવારે 10:00 કલાકે એસઆઈએના સભાખંડમાં કેમ્‍પના પ્રારંભ માટે ધારાસભ્‍ય શ્રી રમણભાઈ પાટકર ઉપસ્‍થિત રહી રક્‍તદાતાઓને પ્રોત્‍સાહન પૂરું પાડ્‍યું હતું. પ્રારંભમાં સંચાલક શ્રી બી. કે. દાયમાજીએ સ્‍વ.શ્રી એન.આર. અગ્રવાલજીની સંઘર્ષ યાત્રા તેમજ એમની ઉધમશીલતા તેમજ માનવસેવાની ભજવેલી ભૂમિકા પર પ્રકાશ પાડી એમની ઉમદા પ્રવૃત્તિઓની યાદ તાજી કરી હતી. આજની શિબિરમાં રક્‍તદાન માટે એસઆઈએના પૂર્વ પ્રમુખ શ્રી મૂળજીભાઈ કટારમલ અને એમના ધર્મ પત્‍ની તેમજ વાપી પાલિકાના કાઉન્‍સિલર શ્રીમતી શીલાબેન મૂળજીભાઈ કટારમલ તદુપરાંત અગ્રણીઉદ્યોગપતિ અને નોટિફાઈડ બોર્ડના પૂર્વ ચેરમેન શ્રી સજ્જનભાઈ મુરારકાએ રક્‍તદાન કરી રક્‍ત દાતાઓને પ્રોત્‍સાહિત કરવા સાથે રક્‍તદાન કરવા માટે પ્રેરિત કર્યા હતા.
આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રયોજક ગાયત્રી શક્‍તિ પેપર એન્‍ડ બોર્ડસ લિમિટેડ અને એન.આર. અગ્રવાલ ઈન્‍ડસ્‍ટ્રીઝ લિમિટેડના કર્મચારીઓ શ્રી બી.કે. દાયમાજી, શ્રી મિતેશભાઈ દેસાઈ, શ્રી વિનયભાઈ પરાસર, શ્રી મધુકર જોશવાજી અને મુદ્રાજી તેમજ એમના મદદનીશ સ્‍ટાફ ખડે પગે તેનાત જોવા મળ્‍યો હતો. તદુપરાંત આ કાર્યક્રમમાં સફળ બનાવવા સહયોગ માટે એસઆઈએના પ્રમુખશ્રી કમલેશભાઈ ભટ્ટ, નોટિફાઇડ બોર્ડના ચેરમેન શ્રી કૌશિકભાઈ પટેલ, એસઆઈએના ટ્રેઝરર શ્રી કિશોરભાઈ ગજેરા, અગ્રણી ઉદ્યોગપતિ શ્રી નિર્મલભાઈ દુધાની, શ્રી જે. કે. રાય, શ્રી સંજયભાઈ મારબલી, શ્રી આર. જી. સિંગ, એસઆઈએના સભ્‍યશ્રી આનંદભાઈ પટેલ, એસઆઈએના પૂર્વ પ્રમુખશ્રી વીડી શિવદાશન, માંડા પંચાયતના સરપંચ શ્રી પ્રભુભાઈ ઠાકરીયા, સરીગામ અગ્રણી શ્રી સુનિલભાઈ આરેકર, શ્રી શેખરભાઈ આરેકર, શ્રી રાજેશભાઈ પંચાલ વગેરે મહત્‍વની ભૂમિકા ભજવી હતી. આજના બ્‍લડ ડોનેશન કેમ્‍પમાં આયોજકોના પ્રોત્‍સાહન માટે જીપીસીબી કચેરીના પ્રાદેશિક અધિકારી શ્રી એ.ઓ. ત્રિવેદી, સરીગામ નોટીફાઇડ કચેરીના ચીફ ઓફિસર શ્રી મહેશભાઈ કોઠારી, દક્ષિણગુજરાત વીજ કંપનીના જુનિયર એન્‍જિનિયર શ્રી મહેશભાઈ પટેલ, ભીલાડ પોલીસ મથકના પી.એસ.આઈ. શ્રી સુસલાદેની પણ હાજરી જોવા મળી હતી. દાકતરી સેવા શ્રીમતી પુરીબેન પોપટ લાખા બેંક વાપી દ્વારા લેવામાં આવી હતી.

Related posts

‘‘રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ’’ નોબલ પારિતોષિક વિજેતા ભારતીય વૈજ્ઞાનિક ડો. સર સી.વી. રામનની યાદમાં ઉજવાતો દિવસ

vartmanpravah

રોકાણકારોને કરોડોનો ચુનો ચોપડનાર ચીખલી મજીગામના સમર ગ્રુપના બે ડિરેક્‍ટરો અને એક કર્મચારીના ત્રણ દિવસના રિમાન્‍ડ મંજુર

vartmanpravah

છત્રપતિ શિવાજી મહારાજના જન્‍મોત્‍સવની ઉજવણીના ભાગરૂપે દમણ-દીવ મરાઠા સેવા સંઘ દ્વારા દમણ ખાતે ‘મહારાષ્‍ટ્ર પ્રીમિયર લીગ’ ક્રિકેટ ટૂર્નામેન્‍ટ યોજાઈ

vartmanpravah

બાંગ્‍લાદેશમાં હિન્‍દુઓ ઉપર થઈ રહેલા અત્‍યાચારના વિરોધમાં દમણમાં હિન્‍દુ હિત રક્ષા સમિતિ દ્વારા વિશાળ રેલી-ધરણાં પ્રદર્શન યોજાયા

vartmanpravah

થાલા સેફરોન હોટલમાં રીન્‍યુ પાવર કંપનીના કર્મચારીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

દમણ-દીવના વન વિભાગમાં ફોરેસ્‍ટ ગાર્ડ તરીકે ફરજ બજાવતા દિનેશભાઈ માહ્યાવંશીને આપવામાં આવેલું નિવૃત્તિ વિદાયમાન

vartmanpravah

Leave a Comment