April 29, 2024
Vartman Pravah
Breaking Newsદમણ

શ્રેષ્‍ઠ દમણવાડાના સર્જન માટે તમામના સહયોગની અપેક્ષા વ્‍યક્‍ત કરતા સરપંચ મુકેશ ગોસાવી

ગ્રામ સભામાં એક વર્ષની અંદર દમણવાડા ગ્રામ પંચાયતે મેળવેલી સિદ્ધિની પણ અપાયેલી જાણકારી
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા. 03
દમણવાડા ગ્રામ પંચાયતમાં આજરોજ સબકી યોજના સબકા વિકાસ યોજના અંતર્ગત ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. ગ્રામસભામાં સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ છેલ્લા એક વર્ષની સિદ્ધિઓ ગણાવી હતી. તેમણે જણાવ્‍યું હતું કે, છેલ્લા એક વર્ષમાં દમણવાડા પંચાયત જિલ્લાની સૌથી વધુ સક્રિય પંચાયત રહી છે.
સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ ગ્રામજનોને સંબોધતા જણાવ્‍યું હતું કે તેઓ સરપંચ બન્‍યા બાદ આજે ત્રીજી ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્‍યું છે. તેમણે સરપંચ તરીકેનો કાર્યભાર સંભાળ્‍યા બાદ પંચાયતના વહીવટને ભ્રષ્‍ટાચારમુક્‍ત,પારદર્શક અને ગતિશીલ બનાવવા આપેલા વચનની યાદ તાજી કરતા જણાવ્‍યું હતું કે, એક વર્ષના અંદર પંચાયતના વહીવટમાં જે કઈ ખામીઓ કે ત્રુટીઓ હતી તેને દુર કરી પારદર્શક વહીવટ આપવાની કોશિષ કરી છે. તેમણે દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા ગઠિત સલાહકાર સમિતિનો ઉલ્લેખ કરતા જણાવ્‍યું હતું કે, પંચાયત વિસ્‍તારના વિવિધ બુદ્ધિજીવીઓ, ટેક્‍નોક્રેટ,એન્‍જિનીયરો, વકીલો વગેરેને સમાવી ગઠિત કરવામાં આવેલ સલાહકાર સમિતિના સભ્‍યોને પંચાયત વિસ્‍તારમાં થતા દરેક પ્રોજેક્‍ટોની ક્‍વોલીટી તથા ખર્ચ જોવાની પણ સત્તા આપેલી છે. જેના કારણે વિકાસના કામોની ગુણવત્તામાં પણ કોઈ બાંધછોડ નહી થઈ શકશે અને ભ્રષ્‍ટાચાર ઉપર પણ અંકુશ આવશે.
પંચાયત પરિસરમાં જરૂરી પ્રમાણપત્રો તાત્‍કાલિક અસરથી ઉપલબ્‍ધ કરાવવાની જોગવાઈ છે. પંચાયતની નવી ટીમ દ્વારા વિધવા, વિકલાંગ અને વળદ્ધાવસ્‍થા પેન્‍શન માટે નોંધણી કરીને તેમના ખાતામાં પેન્‍શન પહોંચે ત્‍યાં સુધીની કાળજી રાખવામાં આવી રહી છે.
સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ જણાવ્‍યું હતું કે પંચાયત દ્વારા કચરામાંથી જૈવિક ખાતર બનાવવામાં આવે છે, જેને સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે પણ જાહેર મંચ ઉપરથી દમણવાડા ગ્રામ પંચાયતની પ્રશંસા કરી હતી જે પ્રદેશના સર્વોચ્‍ચ વડા દ્વારા મળેલું સૌથી મોટું પ્રમાણપત્ર હોવાની લાગણી દર્શાવી હતી.
સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ ભારપૂર્વક જણાવ્‍યું હતું કે, કોઈપણ સમાજનો વિકાસ શિક્ષણ વિના સંભવ નથી અને દમણવાડા ગ્રામ પંચાયત હંમેશા શિક્ષણને પ્રોત્‍સાહન આપી રહી છે. જેના કારણેજ યુવાનો માટે એસ.એસ.સી. અને ધો.1રમાં પછી શું? તથા આઈએએસ -આઈપીએસ જેવી સ્‍પર્ધાત્‍મક પરિક્ષા પસાર કરવાકેવી તૈયારી કરવી તેના વિશે માર્ગદર્શન શિબિરનું પણ આયોજન કર્યુ હતું.
દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ ગ્રામજનોને અનુરોધ કરતા જણાવ્‍યું હતું કે, જો કોરોના ગાઈડ લાઈન્‍સમાં કોઈ પ્રતિબંધ નહી આવે તો આ શિયાળામાં દરરોજ અથવા સપ્તાહમાં એક દિવસ સામુહિક જોગીંગ કરવા પોતાનો પ્રસ્‍તાવ રજૂ કર્યો હતો . તેમણે જણાવ્‍યું હતું કે, આપણી પંચાયતમાં છ વર્ષ કે તેથી વધુની ઉંમરનું એકપણ બાળક સવારે છ વાગ્‍યા બાદ ઉંઘતુ નહી રહે અને આ તમામ બાળકો આપણી સાથે કદમથી કદમ મિલાવે એ પ્રકારના આયોજનની પણ ઈચ્‍છા વ્‍યક્‍ત કરી હતી જેના કારણે બાળકોને મોબાઈલ ફોન વાપરવા પડેલી આદત છુટશે અને તેમનો બૌદ્ધિક વિકાસ પણ થશે એવી આશા વ્‍યક્‍ત કરી હતી. તેમણે જણાવ્‍યું હતું કે, દમણવાડા દોડશે તો પ્રદેશ દોડશે અને પ્રદેશ દોડશે તો આપણો દેશ દોડશે તેથી પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના નવા ભારતના નિર્માણમાં આગળ આવી સહભાગી બનવા અપીલ કરી હતી.
સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ ભારપૂર્વક જણાવ્‍યું હતું કે, અમારો ઈરાદો હંમેશા નેક અને પવિત્ર રહ્યો છે અને નીતિ અને નિયત હંમેશા સાફ રહી છે છતાં જો કોઈ જાણ્‍યે-અજાણ્‍યે ભૂલ થઈ હોય તો તેને દરગુજર કરી હકારાત્‍મક વાતાવરણની સાથે શ્રેષ્‍ઠ દમણવાડાના સર્જનમાટે તમામના સહયોગની અપેક્ષા વ્‍યક્‍ત કરી હતી.

Related posts

દમણની સાર્વજનિક શાળામાં આયોજીત બે દિવસીય ખેલ મહોત્‍સવનું સફળતાપૂર્વક સમાપન

vartmanpravah

ઉમરગામની કંપનીમાં લોખંડની ભઠ્ઠીમાંથી લાવા બહાર આવતા સાત કામદારો દાઝ્‍યા

vartmanpravah

ધરમપુર સ્‍વર્ગવાહીની નદીના નવિન પુલનું લોકાર્પણ લંબાતા અકળાયેલા લોકોએ નારિયેળ ફોડી સ્‍વયંભુ લોકાર્પણ કર્યું

vartmanpravah

બામટી ખાતે રૂા. 5.47 કરોડના ખર્ચે સરકારી કુમાર છાત્રાલય અને રૂા.1.87 કરોડના ખર્ચે કોમ્‍યુનીટી હોલ બનાવાશે

vartmanpravah

ભાજપના રાષ્‍ટ્રીય ઉપાધ્‍યક્ષ એ.પી.અબ્‍દુલ્લા કુટ્ટીએ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ સાથે કરેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

આદિવાસીઓના આર્થિક ઉત્‍થાન હેતુ ખાનવેલના વેલુગામમાં પ્રશાસન દ્વારા લાભાર્થીઓને મરઘીઓનું કરાયેલું વિતરણ

vartmanpravah

Leave a Comment