December 1, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

લાયન્‍સ ઇંગ્‍લિશ સ્‍કૂલ ભારત સ્‍કાઉટ ગાઇડ દ્વારા વૃક્ષારોપણ કરાયું: વન સંપત્તિનું રક્ષણ એ આપણા સૌની જવાબદારી છેઃ રાજ તિલક સેલવા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.05
ભારત સ્‍કાઉટ ગાઈડ દ્વારા લાયન્‍સ ઈંગ્‍લીશ સ્‍કૂલ સેલવસામાં આજે સવારે 10 કલાકે શાળાના પ્રાંગણમાં ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્‍ય મહેમાન વન વિભાગના નાયબ વન સંરક્ષકશ્રી રાજ તિલક સેલ્‍વાનું પુષ્‍પગુચ્‍છથી સ્‍વાગત કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં લાયન્‍સ ઈંગ્‍લીશ સ્‍કૂલના ખજાનચી શ્રી વિશ્વેશ દવે સહિત શ્રીમતી દેવકીબા મોહનસિંહજી ચૌહાણ કોલેજ ઓફ કોમર્સ અને સાયન્‍સ એન્‍ડ હવેલી ઇન્‍સ્‍ટીટ્‍યુટ ઓફ લીગલ સ્‍ટડીઝ એન્‍ડ રીસર્ચના વાઇસ પ્રિન્‍સિપાલ, લાયન્‍સ ઇંગ્‍લિશ સ્‍કૂલના આચાર્ય નીતિન શ્રીધર, વાઇસ પ્રિન્‍સિપાલ નિરાલી પારેખ અને શિક્ષકો ઉપસ્‍થિત રહ્યા હતા. મુખ્‍ય મહેમાનની ઉપસ્‍થિતિમાં કારોબારી સમિતિના સભ્‍યો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરી વૃક્ષારોપણને પ્રોત્‍સાહિત કરવામાં આવ્‍યું હતું.
આપ્રસંગે મુખ્‍ય મહેમાન શ્રી રાજ તિલક સેલ્‍વાએ વન સંપદાનું રક્ષણ કરવાની આપણા સૌની જવાબદારી પર ભાર મુકતા જણાવ્‍યું હતું કે પૃથ્‍વીની રક્ષા માટે વધુને વધુ વૃક્ષો વાવવા જોઈએ જેથી પર્યાવરણ શુદ્ધ અને સુચારુ રીતે ચાલી શકે, આજીવિકાને જંગલી પ્રાણીઓ પણ સ્‍વચ્‍છ હવા મેળવે. આ ત્‍યારે જ શક્‍ય છે જ્‍યારે સૌ સાથે મળીને વૃક્ષો વાવી પૃથ્‍વીને બચાવે.
કાર્યક્રમનું સંચાલન લાયન્‍સ ઇંગ્‍લિશ સ્‍કૂલના સ્‍કાઉટ માસ્‍ટર આલોક ઝા અને ટીમ રલારા ગૌર, સ્‍નેહલ તંવર, જીતેશ અને સુદિપ્ત સાહુ દ્વારા સંયુક્‍ત રીતે કરવામાં આવ્‍યું હતું.
અંતમાં નિરાલી પારેખે તમામ મહેમાનોને શુભેચ્‍છા પાઠવી હતી અને આ શુભ દિવસે તેમની હાજરી બદલ આભાર માન્‍યો હતો.

Related posts

વાંસદા બેઠક માટે નાયબ મામલતદારની સરકારી નોકરી કરી રહેલા પિયુષ પટેલે ભાજપ માટે દાવેદારી નોંધાવી

vartmanpravah

દમણની સહેલગાહે આવેલા સુરતના પાંચ પૈકી ત્રણ પ્રવાસીઓ લાઈટ હાઉસ પાસે સમુદ્રમાં ડૂબ્‍યા

vartmanpravah

વાપી ગુંજનમાં ગારમેન્‍ટ સ્‍ટોર્સમાં ચોરીની ઘટના: બુરખાધારી મહિલા ચોર કિંમતી ડ્રેસ ચોરતી સીસીટીવીમાં કેદ

vartmanpravah

ચીખલીતાલુકાની કુકેરી જિ.પં. બેઠકના ભાજપી સભ્‍ય પ્રકાશ પટેલ કોંગ્રેસમાં જોડાયા

vartmanpravah

સેલવાસની એક સોસાયટીમાં યુવતીએ બિલ્‍ડિંગની છત પરથી કુદવાનો પ્રયાસ કરતા ચકચાર : પાછળથી પિતાએ પુત્રીને ઊંચકી લીધી અને ઘટના ટળી

vartmanpravah

દમણ બાર એસોસિએશનના સંયુક્‍ત પ્રયાસથી દમણ કોર્ટ પરિસરમાં રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

Leave a Comment