(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ,તા.05
દાદરા નગર હવેલી વનવિભાગ દ્વારા ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ નિમિતે મુખ્ય વન સંરક્ષક શ્રી પ્રશાંત રાજગોપાલની અધ્યક્ષતામાં ડોકમરડી સરકારી કોલેજ સામે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ અવસરે વન વિભાગના અધિકારી શ્રી કિરણ પરમાર, શ્રી વિજય પટેલ સહિત અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટ શ્રી પ્રશાંત રાજાગોપાલેજણાવ્યું હતું કે આગામી દિવસોમા દાદરા નગર હવેલીને હરિયાળી બનાવવા મોટાપાયે વૃક્ષારોપણ ડ્રાઇવ હાથ ધરવામાં આવશે. જેમાં સામાજિક વનીકરણ હેઠળ ફડાવ ઝાડોની કીટ અપાશે. આ ઝુંબેશમાં પંચાયતો, ઔદ્યોગિક સંગઠનો, વિવિધ સંસ્થાઓ, શાળાના બાળકો-વિદ્યાર્થીઓ, સિનિયર સિટીઝનો સાથે ભાગીદારી નોંધાવશે.