-
પ્રદેશના ઉદ્યોગપતિઓ, વેપારીઓ સહિત જીએસટી વિભાગના અધિકારીઓએ પણ નિહાળેલું જીવંત પ્રસારણ
-
ગુડ્સ અને સર્વિસ વિભાગના વડોદરા ઝોનના મુખ્ય આયુક્ત અજય જી. ઉબાલે તથા દમણના આયુક્ત વિક્રમ પી. વાની સહિત જીએસટીના અધિકારીઓની ટીમે કાર્યક્રમમાં ઉપસ્થિત રહી વધારેલો જુસ્સો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.06
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રાલય દ્વારા આયોજિત સપ્તાહનું ઉદ્ધાટન કર્યું હતું. જેના જીવંત પ્રસારણની વ્યવસ્થા દાદરા નગર હવેલી અને દમણ-દીવના વસ્તુ અને સેવા કર વિભાગ દ્વારા દમણના સ્વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં કરવામાં આવી હતી. જેમાં પ્રદેશના ઉદ્યોગપતિઓએ પણ ભાગલઈ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વક્તવ્યને જીવંત નિહાળ્યું હતું.
આ દરમિયાન પીએમએ જન સમર્થ પોર્ટલ લોન્ચ કર્યું અને નવા સિક્કા પણ બહાર પાડ્યા હતા. પીએમ શ્રી મોદીએ કાર્યક્રમમાં એક, બે, પાંચ, 10 અને 20 રૂપિયાના નવા સિક્કા પણ બહાર પાડયા હતા. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આયોજિત આ કાર્યક્રમમાં જન સમર્થ પોર્ટલ પણ લોન્ચ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં વડોદરા ઝોનના ગુડ્સ અને સર્વિસ ટેક્સ વિભાગના મુખ્ય આયુક્ત શ્રી અજય જી. ઉબાલે, દમણના આયુક્ત શ્રી વિક્રમ પી. વાની, વડોદરા ઓડિટ વિભાગના આયુક્ત શ્રી પી. બોરકર, વડોદરાના પ્રિન્સિપાલ આયુક્ત શ્રી એમ.કે.શ્રીવાસ્તવ, સુરત ખાતે અપીલ વિભાગના આયુક્ત શ્રી પ્રમોદ એ. વસાવે તથા સુરતના આયુક્ત શ્રી શિવજી એચ. ડાંગેએ ઉપસ્થિત રહી આઈકોનિક સપ્તાહના લાઈવ ટેલિકાસ્ટને નિહાળવા સાથે જીએસટી વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ ઉદ્યોગપતિઓના જુસ્સાને પણ બુલંદ કર્યો હતો.