Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના ઉજળિયાત સમાજના એક ગામમાં પોતાનું જ ધારેલું કરાવવા ટેવાયેલા નેતાને તાબે ન થનાર પરિવારને ગામમાંથી દૂર કરાતા ચકચાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી, તા.22: ચીખલી તાલુકાના એક ઉજળિયાત સમાજના એક ગામમાં પોતાનું જ ધારેલું કરાવવા ટેવાયેલા બની બેસેલા ગામના નેતાને તાબે ન થનાર પરિવારને ગામમાંથી દૂર કરાતા ચકચાર મચી જવા પામી છે.
ચીખલી તાલુકાના ઉજળિયાત સમાજના એક ગામમાંગામના કહેવાતા આગેવાન દ્વારા ગણપતિ ઉત્‍સવમાં ગામના જ સિનિયર સિટીઝન સેવાભાવી વડીલને પોતાની અંગત સ્‍વાર્થ અને મનમાની ખાતર ગામને બાનમાં લઈ ગણપતિ ઉત્‍સવના ભોજન સમારંભમાંથી દૂર રાખી જેમના ઘરના લોકોને ગામના જમણવારમાં બાકાત રાખવાના કિસ્‍સામાં ઉજળિયાત સમાજ તેમજ ચીખલી તાલુકાના ગ્રામ્‍ય વિસ્‍તારમાં ચકચાર મચતા જે મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બનવા સાથે જેના ઘેરા પ્રત્‍યાઘાતો પડવા પામ્‍યાં છે.
ચીખલી તાલુકા મથકથી 12 કિમિ જેટલા અંતરે આવેલા અને ઉજળિયાત સમાજના ગામમાં બની બેસેલ મોટાભાઈ કે જે હાલ વિદેશ પ્રવાશે હોય અને જેઓની કરતુતથી આખો સમાજ અને ગામ પરિચિત હોય સમયે સમયે પાટલી બદલનાર અને પોતાના અંગત સ્‍વાર્થ ખાતર છેલ્લી કક્ષાની કોઈપણ કામગીરી કરતા આવેલા અને ગામના ઉજળિયાત સમાજને કાયમ માટે બાનમાં લેવા ટેવાયેલા અને જેમાં ખાસ કરીને એન.આર.આઈ ઉપર વટ જમાવી પોતે ધારે એ રીતે જ ગામમાં ચાલે એવું પ્રસ્‍થાપિત કરવા માટે સતત રચ્‍યા પચ્‍યા રહેતા અને ગામના એન.આર.આઈ.ઓમાં હાકધાક જમાવનાર એ મહાશ્રીને તાબે ન થનાર ગામના જ ઉજળિયાત સમાજના એક પરિવાર કે જે મહાશ્રયને તાબે ન થતા જેમણે પોતાની કળા કરવાની ચાલુ કરતાં જ એ જ સમયે ગણપતિ મહોત્‍સવ આવતા જેમાં ગણપતિ મહોત્‍સવ જમણવારયોજાતા જેમાં તાબે ન થયેલા એન.આર.આઈ પરિવારના ઘરે ગામના એક જાગૃત નાગરિક દ્વારા તમારે ગણપતિ મહોત્‍સવમાં જમવા આવવાનું નથી એવું ફરમાન કરાતા ચકચાર મચી જવા પામી છે. એટલું બાકી હોય એમ એનઆરઆઈ પરિવારનું ગણપતિ સમારંભનું ભોજન સ્‍વીકારવામાં આવશે નહીં એવું ફરમાન કરાવી એનઆરઆઈ પરિવારના 65 વર્ષીયથી વધુની ઉંમર ધરાવતા વડીલનું અપમાન કરી ગામમાંથી બહાર કરવાની વૃત્તિએ ચકચાર મચાવી છે તો બીજી તરફ વારંવાર અનેક પ્રકારના લોકોના પૈસા ટાઈફા કરાવવા ટેવાયેલા અને થોડા સમય અગાઉ જ ગામમાં વડીલ વંદના કાર્યક્રમ યોજી જેમાં એન.આર.આઈ પરિવારના વડીલનું સાલ ઓઢાની સેવાભાવી વ્‍યક્‍તિ તરીકે સન્‍માન કરવામાં આવ્‍યું હતું, તો થોડા જ સમયમાં આ વડીલે એવો તો કઈ ભૂલ કરી કે જેમને ફળિયામાંથી દૂર કરવાની નોબત આવી. પરંતુ એનઆરઆઈ પરિવાર તાબે ન થતા ગામને બાંધવા લઈને પ્રવૃત્તિ કરનાર સામે ચારે તરફથી ફિટકાર વરસવા પામ્‍યો છે અને જે વૃદ્ધો ચીખલી તાલુકાના ગ્રામ્‍ય વિસ્‍તાર સહિત ઉજળિયાત સમાજમાં ટોક ઓફ ધી ટાઉન બનવા સાથે ભારે ચર્ચાસ્‍પદ બનવા પામ્‍યો છે.

Related posts

વાપી સોશિયલ ગ્રુપના પ્રમુખ કિરણ રાવલે 98મી વાર રક્‍તદાન કર્યું

vartmanpravah

ચીખલીના વંકાલમાં જોખમી વીજપોલ અંગે વીજ કંપનીના કાર્યપાલક ઈજનેરને રજૂઆત કરાતા સર્વે હાથ ધરાયો

vartmanpravah

આછવણીના પ્રગટેશ્વર ધામ દ્વારા સપ્તશૃંગી માતાના ગઢમાં પાંચમા નોરતે નવકુંડી નવચંડી યજ્ઞ કરાયો

vartmanpravah

અતુલમાં યુવતિ સાથે વિડીયો ફોન ઉપર વાત કરવાના મામલે પરિવારને બંધક બનાવી ધમકી આપતા 12 વિરૂધ્‍ધ ફરિયાદ

vartmanpravah

વાપીમાં બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે ભવ્‍ય રેલી નિકળી

vartmanpravah

વલસાડની કોમર્સ કોલેજનો આંતર કોલેજ રસ્‍સાખેંચ રમતમાં દબદબો, 8 વિદ્યાર્થીઓ રાષ્‍ટ્રીય કક્ષાએ રમવા જશે

vartmanpravah

Leave a Comment