(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.14: ગઈકાલ તા.13/10/2024 ની રાત્રે ધરમપુર તાલુકાના મોટી ઢોલડુંગરી ગામે ધરમપુર વન વિભાગ દ્વારા ગામમાં ફરતા પ્રાણીઓ વિશેની વિસ્તૃત માહિતી અને એમનાથી સાવચેતી કઈ રીતે રાખવા જેવી અનેક બાબતોની માહિતી ધરમપુર આરએફઓ હિરેન પટેલના માર્ગદર્શન હેઠળ શક્તિભાઈ અને એમની વન વિભાગની આખી ટીમ દ્વારા પ્રોજેક્ટર પર વિડિઓ બતાવી અને એના વિશેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
જ્યાં વન વિભાગની ટીમ દ્વારા ગામમાં ઝેરી અને બિનઝેરી સાપો વિશેની માહિતી આપવામાં આવી હતી. ગામના ફરતા પ્રાણીઓ વિશેની માહિતી એમના પગલાં કઇ રીતે ઓળખવા, વૃક્ષ, જંગલની જાળવણી, ગામમાં ફરતા વન્ય પ્રાણીઓ વિશે ની માહિતી વિસ્તૃત માહિતી આપવામા આવી હતી.
જ્યાં માહિતી આપવા આવેલ શક્તિભાઈનું ગામના આગેવાન ધીરુભાઈ અને ભગુભાઈ દ્વારા ફૂલ આપીને સ્વાગત કરવામાં આવ્યું અને સાથે આવેલ સમગ્ર ટીમનું ગામના ડેપ્યુટી સરપંચશ્રી વિલિયમભાઈ, અને માજી સરપંચશ્રી નવીન પાવર દ્વારા ફૂલ આપીને સ્વાગત કર્યું હતું.
જ્યાંગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ જયેશ પટેલ, ઉમેદ પટેલ, મહેન્દ્ર પટેલ, મગન પટેલ, સુનિલ પટેલ, નયન પટેલ અને એસએમસી સભ્ય અને શિક્ષણવિદના પ્રદીપ પટેલ અને મોટી સંખ્યામાં ગામના વડીલો અને યુવાનો હાજર રહ્યા હતા.