(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.06
મોરના ઈંડાને ચિતરવા નહીં પડે એ વાતની પ્રતિતિ દમણના શ્રી દેવ અનિલકુમારે કરાવી છે. પૂર્વ સાંસદ શ્રી દેવજીભાઈ ટંડેલના પૌત્ર અને દમણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી અનિલકુમાર દેવજીભાઈ ટંડેલના સુપુત્ર શ્રી દેવ અનિલકુમારે ધોરણ 12ના વાણિજ્ય પ્રવાહમાં 75 ટકા ગુણાંક સાથે સાર્વજનિક વિદ્યાલયમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. શ્રી દેવ અનિલકુમાર અંડર-17ના સબ જુનિયર પાવરલિફટીંગ ચેમ્પિયન પણ છે. તેથી કહી શકાય છે કે, બહુમુખી પ્રતિમાના ધણી શ્રી દેવ અનિલકુમાર પોતાના દાદા અને પિતાના પગલે તેજસ્વી કારકિર્દી સાથે આગળ વધી રહ્યા છે.
