September 25, 2026
Vartman Pravah
Breaking Newsખેલદેશસેલવાસ

દાનહમાં ખેલ અને યુવા વિભાગ દ્વારા ઈન્‍ટર કોલેજ ક્રિકેટ હરીફાઈનું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.25
દાદરા નગર હવેલી અને દમણ-દીવ સ્‍પોર્ટ્‍સ એન્‍ડ યુથઅફેર્સ વિભાગ સેલવાસ આઝાદીના અમળત મહોત્‍સવની થીમ પર ઇન્‍ટર કોલેજ હરીફાઈનું આયોજન 22થી 26માર્ચ દરમ્‍યાન સાયલી ગ્રાઉન્‍ડ ખાતે કરવામા આવ્‍યું હતું. જેમા પ્રદેશની દરેક સરકારી અને ખાનગી કોલેજના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
આ ટૂર્નામેન્‍ટમાં ત્રણ ટીમ છોકરીઓની અને પાંચ ટીમ છોકરાઓની ભાગ લીધો હતો જેમા છોકરીઓમા પેરામેડીકલ, એસએસઆર અને દેવકીબા કોલેજની ટીમે ભાગ લીધો હતો. 22માર્ચના રોજ છોકરીઓની ફાઇનલ મેચ રમાડવામા આવેલ જેમા વિજેતા દેવકીબા કોલેજ અને રનર્સઅપ એસએસઆર કોલેજની ટીમ રહી હતી.
છોકરાઓની ટુર્નામેન્‍ટ 23માર્ચથી શરુ કરવામા આવી હતી જેમા એસએસઆર, પોલીટેકનીક, દેવકીબા, ડો. એપીજે અબ્‍દુલ કલામ, પેરામેડીકલ કોલેજની ટીમે ભાગ લીધો હતો. તા.25માર્ચના રોજ ફાઇનલ હરીફાઇમા ડો.એપીજે અબ્‍દુલ કલામ અને દેવકીબા કોલેજ વચ્‍ચે રમાઈ હતી. જેમા ડો.એપીજે કલામની ટીમ વિજેતા અને દેવકીબા કોલેજની ટીમ રનર્સઅપ રહી હતી. દરેક વિજેતા અને રનર્સઅપ ટીમના ખેલાડીઓને મેડલ અને ટ્રોફી આપી સન્‍માનિત કરવામા આવી હતી.

Related posts

ખાનવેલ-દૂધની રોડ પર સેલ્‍ટી પુલ પાસેના ડાયવર્ઝનનું ધોવાણ થતાં સ્‍થાનિકો પરેશાન

vartmanpravah

દીવ બીચ ગેમ્‍સ-2024ની આનંદ,ઉત્‍સાહ અને રોમાંચ સાથે પુર્ણાહૂતિ

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ સેકન્‍ડરી એન્‍ડ હાયર સેકન્‍ડરી સ્‍કૂલ સલવાવ ખાતે પેરેન્‍ટ્‍સ ડે નિમિત્તે શુભેચ્‍છા કાર્ડ બનાવવાની સ્‍પર્ધાની યોજાઈ

vartmanpravah

રેલવે પોલીસે 2023માં વાપી સ્‍ટેશનથી રૂા.2.01 લાખના દારૂ સાથે કુલ 107 આરોપી ઝડપ્‍યા

vartmanpravah

મોટી દમણ પરિયારી ખાતે રાત્રિ ચૌપાલ યોજાઈ

vartmanpravah

ઉમરસાડી માછીવાડમાં જાળમાં ફસાયેલા અજગરનું જીવદયા પારડી દ્વારા રેસ્‍ક્‍યૂ કરાયું

vartmanpravah

Leave a Comment