Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશવલસાડસેલવાસ

આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત મોટી દમણની બેંક ઓફ બરોડામાં આઈકોનિક વીકની કરાયેલી ઉજવણીઃ બેંકના લોકાભિમુખ વહીવટની બતાવેલી ઝાંખી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.07
આજે મોટી દમણની બેંક ઓફ બરોડામાં આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત આઈકોનિક વીકની ઉજવણીના સમારંભનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં બેંક ઓફ બરોડાના મેનેજર શ્રી રાજ અમૃત એમ., વલસાડ રિજિયનના માર્કેટિંગ ઓફિસર શ્રી રોહન, દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવી તથા બેંકના ગ્રાહકો અને દમણવાડા ગ્રામ પંચાયતના સખી મંડળના સદસ્‍યો ઉપસ્‍થિત રહ્યા હતા.
આ પ્રસંગે બેંક ઓફ બરોડાના મેનેજર શ્રી રાજ અમૃતે ભારપૂર્વક જણાવ્‍યું હતું કે, પહેલાં બેંકો ઉપર શાહુકારોનો કબ્‍જો હતો. પરંતુ હવે બેંકનો વ્‍યાપ છેવાડેના લોકો સુધી વધ્‍યો છે અને જન ધન ખાતાથી બેંક છેવાડેના લોકો સુધી પહોંચી શકી છે. તેમણેડિજિટલ બેંકિંગ અને તેના માટે રાખનારી સાવધાનીની પણ માહિતી આપી હતી.
આ પ્રસંગે વલસાડ રિજિયનના માર્કેટિંગ ઓફિસર શ્રી રોહને બેંકની વિવિધ પ્રોડક્‍ટની જાણકારી આપી હતી. તેમણે સિસ્‍ટમેટિક ઈન્‍વેસ્‍ટમેન્‍ટ પ્‍લાન(એસઆઈપી) અને ફિક્‍સ ડિપોઝીટ તથા રિકરિંગ ડિપોઝીટ વચ્‍ચેના ભેદ સમજાવ્‍યા હતા અને તેમના ફાયદાની પણ જાણકારી આપી હતી.
દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ ભારત સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલ મુદ્રા યોજના સહિતની વિવિધ ધિરાણની યોજના અંગે લોકજાગૃતિ લાવવા અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્‍યું હતું કે, ભારત સરકાર યુવાનોને પોતાના ધંધા-ઉદ્યોગના સ્‍ટાર્ટઅપ માટે પ્રોત્‍સાહન આપે છે, પરંતુ કેટલીક વખત બેંકોના અક્કડ વલણના કારણે યુવા સાહસિકોને જરૂરી મૂડી નહીં મળવાથી તેમનું સ્‍વપ્‍ન સાર્થક થઈ શકતું નથી. તેથી ભારત સરકારની વિવિધ યોજનાઓના પ્રચાર-પ્રસાર માટે સૂચન કર્યું હતું.
આ પ્રસંગે દમણવાડા ગ્રામ પંચાયતના સભ્‍ય શ્રી વિષ્‍ણુ બાબુ, દમણવાડા ગ્રામ પંચાયતની સલાહકાર સમિતિના સભ્‍ય શ્રીમતી પ્રીતિબેન હળપતિ સહિત સખી મંડળની બહેનો તથા બેંકના ગ્રાહકો અને સ્‍ટાફ ઉપસ્‍થિત રહ્યો હતો.

Related posts

વાપીની એલ. જી. હરિઆ મલ્‍ટિપર્પઝ સ્‍કૂલ આંતર શાળા વિજ્ઞાન-ટેકનોલોજી પ્રદર્શનમાં ઝળકી

vartmanpravah

‘આઝાદીના અમૃત મહોત્સવ’ અંતર્ગત દીવમાં રાષ્ટ્રીય બાલિકા દિવસની કરવામાં આવેલી ઉજવણી

vartmanpravah

દાદરા નગર હવેલીમાં વડાપ્રધાનશ્રી મોદીજીના આગમનને આવકારવા વિવિધ કાર્યક્રમો યોજાયા

vartmanpravah

ચીખલીની સ્‍પંદન હોસ્‍પિટલના સંચાલકો અને તબીબોએ દાખવેલી માનવતા : ડાંગ આહવાના ગરીબ પરિવારના સભ્‍યની એક મહિનાની સારવાર અને દવાનું રૂા. 1.પ0 લાખનું બિલ માફ કર્યું

vartmanpravah

દાનહ એક્‍સાઇઝ વિભાગે ખેરડીથી ગેરકાયદેસર દારૂ-બિયર ભરેલ ટેમ્‍પા સહિતનો રૂા.20 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો

vartmanpravah

શ્રી જગન્નાથ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા આયોજીત જગન્નાથ ભગવાનની 13મા વર્ષની રથયાત્રાનો ડુંગરા તળાવથી મંગળવારે થશે પ્રારંભ: રથ બનાવવાની કામગીરી પૂર્ણતાના આરે

vartmanpravah

Leave a Comment