(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.02 : દાદરા નગર હવેલી અને દમણ-દીવ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે દાદરા નગર હવેલીના 71મા ‘મુક્તિ દિવસ’ની પાર્ટી કાર્યાલય અટલ ભવન સેલવાસ ખાતે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલે ધ્વજ ફરકાવ્યો હતો. આ પ્રસંગે દાનહની મુક્તિ માટે પોતાના પ્રાણોનું બલિદાન આપનારા તમામ સ્વાતંત્ર્ય-સેનાનીઓને યાદ કરાયા હતા અને વીર શહિદોને શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી.
આ પ્રસંગે દાદરા નગર હવેલીના સાંસદ શ્રીમતી કલાબેન ડેલકર, સેલવાસ નગરપાલિકાના પ્રમુખશ્રીમતી રજનીબેન શેટ્ટી, દાનહ ભાજપ મહામંત્રી શ્રી જીતુભાઈ માઢા, મહામંત્રી શ્રી સુનિલભાઈ પાટીલ અને અન્ય પદાધિકારીઓ સહિત ભાજપના કાર્યકર્તાઓ સહિત પ્રદેશના નાગરિકો પણ ઉપસ્થિત રહ્યા હતા.