October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

આજે સંઘપ્રદેશની સરકારી શાળાઓમાં પ્રવેશોત્‍સવઃ ધોરણ 1માં પ્રવેશ મેળવનારા બાળકોનું થનારૂં સન્‍માન

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે 2017ના વર્ષથી પ્રદેશમાં શરૂ કરેલો નવતર પ્રયોગ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.12
આવતી કાલે દાદરા નગર હવેલી અને દમણ-દીવની વિવિધ સરકારી શાળાઓમાં ધોરણ 1માં પ્રવેશ લઈ રહેલા બાળકોને વધાવવા માટે પ્રવેશોત્‍સવના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું છે.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે 2017ના વર્ષમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં પ્રવેશોત્‍સવનો પ્રારંભ કર્યો હતો. કોરોના મહામારીના કારણે છેલ્લા બે વર્ષથી પ્રવેશોત્‍સવનું આયોજન શક્‍ય નહીં થયું હતું. પરંતુ આ વર્ષે પ્રદેશના આઈ.એ.એસ., આઈ.પી.એસ., આઈ.એફ.એસ., દાનિક્‍સ જેવા વરિષ્‍ઠ અધિકારીઓને વિવિધ પ્રાથમિક શાળાઓમાં મોકલી પ્રવેશ લેતા નાના ભૂલકાંઓને વધાવવાનું આયોજન કરવામાં આવ્‍યું છે.
સંઘપ્રદેશમાં સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટેપ્રદેશના શિક્ષણ સચિવ શ્રીમતી અંકિતા આનંદના દિશા-નિર્દેશ હેઠળ શિક્ષણ નિર્દેશક શ્રી જતિન ગોયલની દોરવણી હેઠળ પ્રદેશના તમામ સહાયક શિક્ષણ નિર્દેશક અને શિક્ષણ સાથે સંકળાયેલા અધિકારીઓ, હેડ માસ્‍તરો તથા શિક્ષકો સક્રિય રીતે પ્રયાસ કરી રહ્યા છે.

Related posts

દમણવાડા ગ્રા.પં.ની આંગણવાડીમાં ‘પોષણ પખવાડા’ અંતર્ગત યોજાયેલી પૌષ્‍ટિક વાનગી સ્‍પર્ધા

vartmanpravah

ચીખલીના સાદકપોરની આંબાવાડીમાં માદા અજગર ઈંડાઓનું સેવન કરતી જોવા મળતા લોકોમાં ગભરાટ

vartmanpravah

દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપના ઉપ પ્રમુખ મહેશભાઈ આગરિયાની આગેવાની હેઠળ દીવમાં ચલાવાઈ રહેલું ભાજપનું સદસ્‍યતા અભિયાન

vartmanpravah

વાપી-વલસાડમાં ફૂડ એન્‍ડ ડ્રગ વિભાગની કાર્યવાહી: સડેલો-વાસી ખોરાકનો જથ્‍થો નાશ કરાયો

vartmanpravah

નાના વાઘછીપામાં નહેરમાં વૃદ્ધા પડતા મોત

vartmanpravah

વલસાડના નવનિયુક્‍ત જિલ્લા કલેક્‍ટર એન.એન. દવેએ પદભાર સંભાળ્‍યો

vartmanpravah

Leave a Comment