October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ધોરણ 1માં પ્રવેશ લેતાં બાળકોનાં સંઘપ્રદેશમાં સત્‍કારસન્‍માન સાથે ઉજવાયો પ્રવેશોત્‍સવ

  • સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે પ્રવેશોત્‍સવના શરૂ કરાવેલા નવતર પ્રયોગની થઈ રહેલી હકારાત્‍મક અસરઃ શાળાઓમાં વધી રહેલી સંખ્‍યા અને કન્‍યા કેળવણીને મળી રહેલું ઉત્તેજન

  • સંઘપ્રદેશ પ્રશાસને શિક્ષણના માધ્‍યમથી પ્રદેશની રોનક બદલવા શરૂ કરેલા પ્રયાસને પણ મળી રહેલી ધારી સફળતા

    (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ-સેલવાસ, તા.13

આજે દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં ધોરણ 1માં પ્રવેશ લીધેલા બાળકોના સત્‍કાર અને સન્‍માન માટે પ્રદેશની સરકારી પ્રાથમિક અને ઉચ્‍ચ પ્રાથમિક શાળાઓમાં પ્રવેશોત્‍સવના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં સંઘપ્રદેશ પ્રશાસનના આઈ.એ.એસ., આઈ.પી.એસ., આઈ.એફ.એસ., દાનિક્‍સ જેવા ઉચ્‍ચ અધિકારીઓએ ઉપસ્‍થિત રહી પ્રવેશ લેતા વિદ્યાર્થીઓનો હોંશલો બુલંદ કર્યો હતો અને તેઓ શાળાના પર્યાવરણથી પણ માહિતગાર થયા હતા.
અત્રે નોંધનીય છે કે, સંઘપ્રદેશના પ્રશાસક તરીકે કાર્યભાર સંભાળ્‍યા બાદ શ્રી પ્રફુલભાઈ પટેલે 2017ના શૈક્ષણિક વર્ષના આરંભે પ્રદેશની શાળાઓમાં પ્રવેશોત્‍સવના આયોજનનો નવતર પ્રયોગ અમલમાં મુક્‍યો હતો. જેનો હેતુ ધોરણ 1માં પ્રવેશથી કોઈ બાળક વંચિત નહીં રહી જાય અને કન્‍યા કેળવણીને ઉત્તેજન આપવાનું છે. જે અંતર્ગત પહેલાધોરણમાં પ્રવેશ લેતા ભૂલકાંને શાળામાં ભણવાની સાથે સાથે આનંદ-પ્રમોદ પણ મળી શકે અને તેમના માટે એક નવું વિશ્વ ખુલે એવી ભાવનાથી પ્રવેશોત્‍સવનું આયોજન હાથ ધરાયું હતું. ગયા બે વર્ષ 2020 અને 2021 કોરોના મહામારીના કારણે પ્રવેશોત્‍સવ શક્‍ય નહીં બન્‍યો હતો.
આજે દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં પ્રવેશોત્‍સવના કાર્યક્રમ દરમિયાન તેજસ્‍વી વિદ્યાર્થીઓને ઈનામ અને પ્રમાણપત્ર આપી સન્‍માનિત પણ કરાયા હતા અને પહેલા ધોરણમાં પ્રવેશ લેનારા બાળક પાસે વૃક્ષારોપણ કરાવી તેમને પ્રકૃત્તિ સાથે પણ પરિચિત કરાયા હતા. શાળામાં તિથિ ભોજન અંતર્ગત સ્‍વાદિષ્‍ટ ભોજન પણ પિરસાયું હતું અને ઉચ્‍ચ અધિકારીઓ તથા પ્રજાના પ્રતિનિધિઓ દ્વારા બાળકોની સાથે પંગતમાં બેસી ભોજનનો સ્‍વાદ પણ માણ્‍યો હતો.
સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા શરૂ કરવામાં આવેલા પ્રવેશોત્‍સવના કારણે પ્રદેશની શાળાઓમાં નામાંકન પણ વધી રહ્યું છે. આજના કાર્યક્રમથી ફરી એકવાર પ્રદેશમાં શિક્ષણના માધ્‍યમથી રોનક બદલાવાનો આરંભ થયો હોવાનું પ્રતિત થઈ રહ્યું છે.

Related posts

ટુકવાડાનું અવધ ઉથોપીયા એટલે નામ બડે ઓર દર્શન ખોટે: ક્‍લબના મેનેજર નીરજ પટેલે સંકેત મહેતા વિરુદ્ધ નોંધાવી રૂા.40 લાખની છેતરપિંડીની ફરિયાદ

vartmanpravah

દાનહઃ જીએનએલયુના સેલવાસ કેમ્‍પસમાં કાયદા અને અર્થશાષાના પાયાના સિદ્ધાંતો પરના પ્રમાણપત્ર અભ્‍યાસક્રમનું કરાયેલું ઉદ્‌ઘાટન

vartmanpravah

વલસાડ રેલવે કોલોનીમાં પોલીસને ધર્માંતરણની માહિતી મળતા કાફલો ધસી ગયો

vartmanpravah

ખેરગામ વિસ્‍તારમાં ધમધોકાર ચાલી રહેલા દારૂ-જુગારના અડ્ડાઓ ઉપર નવસારી એલસીબીની ટીમે મારેલો છાપો

vartmanpravah

દાનહઃ ખેરડી પંચાયતમાં ‘પ્રશાસન આપકે દ્વાર’ શિબિર યોજાશે

vartmanpravah

દમણવાડા પંચાયત દ્વારા યોજાયો વિદાયમાન-આવકાર સમારંભ

vartmanpravah

Leave a Comment