પોલીસે દારૂનો જથ્થો અને મોટર સાયકલ મળી
1,85,300નો મુદ્દામાલ કબજે લીધો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.08: પારડી તાલુકાના કીકરલા ગામે આશા ફાર્મ આગળ રહેતા ધર્મેશ ગુલાબભાઈ હળપતિ, અને મનોજ ગુલાબભાઈ હળપતિનાઓ દમણ ખાતેથી વિદેશી દારૂનો જથ્થો લાવી પોતાના ઘરે એકત્ર કર્યા બાદ ચાર જેટલા ખાનાવાળા બાઈકોમાં ભરી સગેવગે કરવા તૈયારી કરી રહ્યા હોવાની બાતમી પારડી પોલીસ મથકના પી.આઈ. બી. જે. સરવૈયાને મળતા સ્ટાફ સાથે બાતમી વાળીજગ્યાએ છાપો માર્યો હતો. પોલીસે છાપો મારતા જ બાઈકમાં દારૂ ભરી રહેલા ઈસમોમાં ભાગદોડ મચી જવા પામી હતી. જેમાંથી પારડી પોલીસે મનોજ ગુલાબ હળપતિને ઝડપી પાડ્યો હતો અને પોલીસને ત્યાંથી જીજે-15-ડીએફ-6632 નંબરની પલ્સર બાઈક, અને એક્ટિવા મોપેડ નંબર જીજે-15-ડીએલ-2739, સ્પ્લેન્ડર બાઈક નંબર જીજે-15-ઈએ-3111 તેમજ પલ્સર બાઈક નંબર જીજે-15-બીએન-4695 મળી હતી જેમાં ચોર ખાનામાં દારૂ મળતા આ ચારેય મોપેડ અને બાઈક કબજે લીધી હતી. સાથે સાથે ધર્મેશનું ઘર ચેક કરતાં ઘરમાંથી પણ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પારડી પોલીસને ચાર વાહનો પરથી અને ઘરમાંથી વિદેશી દારૂની બોટલ નંગ 372 જેની કિંમત રૂા.34800 નો જથ્થો હાથ લાગ્યો હતો. પારડી પોલીસે દારૂ અને ચાર વાહનો મળી કુલ રૂા.1,85,300નો મુદ્દામાલ કબજે લઈ વધુ કાર્યવાહી હાથ ધરી હતી અને આ ભાગી છૂટેલા અને આ દારૂ હેરાફેરીની પ્રવૃતિમાં સંડોવાયેલા ધર્મેશ ગુલાબ હળપતિ, રહે.કીકરલા ગામ આશા ફાર્મ પાસે, બાબુ, સુનિલ, અજય, અંબચ ચારેય રહે.ઓરવાડ, રમેશ રહે.બગવાડા બંગલા ફળિયા તેમજ નવીન કો. પટેલ રહે.નાની દમણ મળી કુલ 7 લોકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.