October 16, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશ

દમણ શહેરના વોર્ડ નં.11માં ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલની ચૂંટણીસભામાં કરાયો જીતનો જય જયકાર

દમણ-દીવની બેઠકમાં લાલુભાઈ પટેલને જંગી બહુમતિથી વિજેતા બનાવી કેન્‍દ્રમાં ત્રીજી વાર મોદી સરકારના ગઠનમાં યોગદાન આપવા કરાયેલી અપીલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.12 : લોકસભાની દમણ અને દીવ બેઠકના ભાજપના ઉમેદવાર શ્રી લાલુભાઈ પટેલે આજે દમણ ન.પા.ના વોર્ડ નંબર 11માં પોતાની ચૂંટણી સભા યોજી હતી.
આ સભામાં ભાજપના ઉમેદવાર શ્રી લાલુભાઈ પટેલ અને પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ શ્રી દીપેશભાઈ ટંડેલ સહિતના વક્‍તાઓએ ભાજપને મત આપી જંગી બહુમતિથી જીતાડી કેન્‍દ્રમાં ત્રીજી વાર મોદી સરકારના ગઠનમાં યોગદાન આપવા અપીલ કરી હતી. વક્‍તાઓએ છેલ્લા 10 વર્ષમાં મોદી સરકારના શાસનમાં થયેલા દમણ અને દીવના વિકાસની ગાથા પણ રજૂ કરી હતી.
આ કાર્યક્રમમાં દમણ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અસ્‍પીભાઈ દમણિયા, પ્રદેશ ભાજપ મહિલા મોરચાના અધ્‍યક્ષ શ્રીમતી સિમ્‍પલબેન કાટેલા, દમણ શહેર ભાજપ પ્રમુખ શ્રી પિયુષ પટેલ, શ્રી મહેશભાઈ ટંડેલ, દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના અધ્‍યક્ષ શ્રી સત્‍યેન્‍દ્ર કુમાર વગેરે ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા. દમણજિલ્લા અને દમણ શહેર ભાજપના પદાધિકારીઓ તથા કાર્યકર્તાઓ સાથે મોટી સંખ્‍યામાં જાહેર જનતા ઉપસ્‍થિત રહી હતી.

Related posts

‘સ્‍કાઉટ સ્‍કાર્ફ ડે’ નિમિત્તે દાનહ ભારત સ્‍કાઉટ ગાઈડના નવાસ્‍કાર્ફનું ડીઈઓના કાર્યાલયમાં કરાયેલું ઉદ્‌ઘાટન

vartmanpravah

ભૂલી પડેલી પારડીની માનસિક અસ્‍થિર યુવતીનું 181 અભયમ ટીમે પરિવાર સાથે પુનઃ મિલન કરાવ્‍યું

vartmanpravah

વાપી નેશનલ હાઈવે યુપીએલ સવિસ રોડ ઉપર ચોમાસાના પાણીથી બનેલું તળાવ હવે ગંદકીના તળાવમાં ફેરવાયુંઃ હાઈવે ઓથોરિટી મૌન 

vartmanpravah

મોટાપોંઢાની આદર્શ પ્રા.શાળામાં નૉટબુક વિતરણની સાથે જન્માષ્ટમી કાર્યક્રમ ઉજવાયો

vartmanpravah

વલસાડના રોણવેલ પાસે પાવરગ્રીડ પ્રોજેક્‍ટની કામગીરી ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત હેઠળ શરૂ કરાઈ

vartmanpravah

દાદરા નગર હવેલીમા 6ઇંચથી વધુ વરસાદ વરસ્‍યો

vartmanpravah

Leave a Comment