Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

દમણ કોસ્‍ટગાર્ડમાં ફાયરમેનની પરીક્ષા આપવા આવેલા 7 પરીક્ષાર્થીઓ નવી ટેક્‍નોલોજીના ગેજેટ સાથે પકડાયા

તમામઆરોપીઓને કોર્ટે બે દિવસની આપેલી પોલીસ કસ્‍ટડી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.22
દમણ કોસ્‍ટગાર્ડની સજાગતાથી પરીક્ષા શરૂ થવા પહેલાં જ પાંચ પરીક્ષાર્થીઓનો પકડી લેવામાં આવ્‍યા હતા. દમણમાં 20 જૂનના રોજ કોસ્‍ટગાર્ડમાં ફાયરમેનની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં દેશભરમાંથી પરીક્ષાર્થીઓ આવ્‍યા હતા.
આજ પરીક્ષામાં ભાગ લેવા માટે હરિયાણાથી 7 પરીક્ષાર્થીઓ પણ આવ્‍યા હતા. પરીક્ષા પહેલાં પૂર્વ કોસ્‍ટગાર્ડના અધિકારીઓ દ્વારા પરીક્ષાર્થીઓની તપાસ કરવામાં આવી હતી. તપાસમાં ઉપરોક્‍ત 7 પરીક્ષાર્થીઓની પાસેથી નવી ટેક્‍નોલોજીના ગેજેટ પકડી પાડવામાં આવ્‍યા હતા. ત્‍યારબાદ દમણ કોસ્‍ટગાર્ડના કમાંડરની ફરિયાદ પર દમણ પોલીસે સાતેય મુન્નાભાઈઓની સામે ભારતીય દંડ સંહિતાની કલમ 419, 420, 120બી, આર/ડબ્‍લ્‍યુ 34 અને 511 હેઠળ કેસ દાખલ કરી ધરપકડ કરીને તપાસ પી.એસ.આઈ. શ્રી જય પટેલને સોંપી હતી. આજે દમણ પોલીસે સાતેય આરોપીઓને દમણ કોર્ટમાં જ્‍યુડિશિયલ મેજીસ્‍ટ્રેટ પ્રથમ શ્રેણી શ્રી જે.જે.ઈનામદારની સામે હાજર કરાયા હતા. જ્‍યાં તમામ આરોપીઓને 2 દિવસની પોલીસ કસ્‍ટડીમાં મોકલી દેવાયા હતા.

Related posts

નરોલી ગ્રામ પંચાયતના સરપંચ તરીકે સર્વાનુમતે નયનાબેન પટેલની વરણી

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની દીર્ઘદૃષ્‍ટિથી દાનહનું સાયલી ક્રિકેટ સ્‍ટેડિયમ નેશનલ અને ઈન્‍ટરનેશનલ મેચો રમવા ફીટ બનશે

vartmanpravah

વેલસ્‍પન ફાઉન્‍ડેશન દ્વારા મહિલાઓની સર્વગ્રાહી સંભાળ માટે હાઇપરટેન્‍શન અને માસિકષાાવ આરોગ્‍ય સત્રનું કરાયેલું આયોજન

vartmanpravah

જૈન સમાજની પ્રખ્‍યાત ‘જીટો’ નામની સંસ્‍થાની નવસારી ખાતે સ્‍થાપના કરાઈ

vartmanpravah

પારડી ટ્રાફિક પોલીસનો સપાટોઃ લાયસન્‍સ અને હેલ્‍મેટ વિના રોમીયોગીરી કરનારાઓની 20થી વધુ બાઈકો કબજે લેવાઈ

vartmanpravah

દાદરા નગર હવેલીમાં તલાટીઓની કરાઈ આંતરિક બદલી

vartmanpravah

Leave a Comment