December 1, 2025
Vartman Pravah
Breaking Newsસેલવાસ

નરોલીની મુલાકાત દરમિયાન પ્રશાસક પ્રફુલભાઈ પટેલનો ભાજપ-શિવસેનાના પ્રતિનિધિઓએ કરેલો ઉષ્‍માભર્યો આદર-સત્‍કાર

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની દાનહની મુલાકાત બાદ ગ્રામ્‍ય વિસ્‍તારોના રાજકીય પ્રતિનિધિઓમાં પણ થઈ રહેલા વિકાસ કામોથી પેદા થયેલો જોમ અને જુસ્‍સો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.09
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે આજે મોડી સાંજે નરોલીની લીધેલી મુલાકાત દરમિયાન નરોલી ગ્રામ પંચાયત વિસ્‍તારમાં ભાજપ અને શિવસેના સહિતના રાજકીય પ્રતિનિધિઓએ પ્રશાસકશ્રીનું ઉષ્‍માભર્યું અભિવાદન કર્યું હતું.
પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની નરોલી મુલાકાતથીપ્રજામાં પણ એક નવો ઉત્‍સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે. નરોલી સહિત દાનહના અન્‍ય ગ્રામ્‍ય વિસ્‍તારોમાં પણ ભાજપ, શિવસેના, કોંગ્રેસ સહિતના વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ પણ એક મંચ ઉપર આવતાં નજરે પડયા હતા અને પ્રદેશના વિકાસ માટે ભારત સરકાર દ્વારા થઈ રહેલા કામોની પણ સરાહના કરી હતી.
નરોલી ખાતે સરપંચ શ્રી ધર્મેશભાઈ પટેલ, નરોલી પંચાયતના ભાજપના નેતા શ્રી યોગેશસિંહ સોલંકી, જિલ્લા પંચાયત સભ્‍ય શ્રીમતી વંદનાબેન પટેલ, ગ્રામ પંચાયતના ઉપ સરપંચ શ્રી પિયુષસિંહ ગોહિલ સહિત ભાજપ-શિવસેનાના પ્રતિનિધિઓ પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના સત્‍કાર માટે ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દાનહના જિલ્લા કલેક્‍ટર સંદીપ કુમાર સિંઘની સેન્‍ટ્રલ ડેપ્‍યુટેશન માટેની ભલામણનો ગૃહ મંત્રાલયે કરેલો સ્‍વીકારઃ ભારત સરકારના કાર્મિક અને તાલીમ વિભાગમાં ઉપ સચિવ તરીકે નિયુક્‍ત

vartmanpravah

ભાજપ સંગઠન દ્વારા પારડી શહેર તથા તાલુકા પ્રમુખ માટેના સેન્‍સ લેવાયા

vartmanpravah

વલસાડના દમણિયા સોની સમાજ દ્વારા સમર કાર્નિવલ યોજાયો

vartmanpravah

દમણ જિ.પં.ના સભ્‍યો-સરપંચોએ સંઘપ્રદેશના પ્રશાસકશ્રીની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

દાનહ વનવિભાગ દ્વારા ‘વન્‍યજીવ સપ્તાહ’ અંતર્ગત નિબંધ સ્‍પર્ધાનું આયોજન

vartmanpravah

ડાયાબિટીસ મુક્‍ત ગુજરાતઃ વલસાડમાં માત્ર ડાયાબિટીસના દર્દીઓ માટે યોગ શિબિર યોજાશે

vartmanpravah

Leave a Comment