December 1, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારી

ચીખલીના કુકેરી ગામે સસરાએ જમાઈને કુહાડીથી મારતા હાસ્‍પિટલ ખસેડાયો

જમાઈની ફરિયાદમાં સાસુ-સસરા સામે ગુનો નોંધી હાથ ધરેલી કાયદેસરની કાર્યવાહી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.29
બનાવની પોલીસ મથકેથી પ્‍રાપ્ત માહિતી અરુસાર ફરિયાદી સુનિલ સુખાભાઈ નાયકા (રહે. નવા ફળીયા કોષ તા. મહુવા જી. સુરત) તેમના ઘરે ગત 27 જૂન, 2022ના રોજ ટીવી જોઈ રહ્યા હતા તે દરમ્‍યાન પત્‍નીએ ચાલુમાં ટીવી બંધ કરી દી હતી. જે બાબતે સામાન્‍ય બોલાચાલી થતાં ખોટું લાગી જતાં તે બાળકોને લઈને કુકેરી પિયરમાં આવી ગઈ હતી. હાલમાં શાળાઓ ચાલુ હોવાથી અભ્‍યાસ ન બગડે તેથી ગતરોજ સાંજના સમયે કુકેરી તેના નાનાભાઈ અને મિત્ર સાથે છોકરાઓને લેવા જતા સાસુ સસરાએ ગાળા ગાળી કરી ઝઘડો કરી સસરાએ કુહાડી લાવીને પીઠ અને છાતીના ભાગે તેમજ માથામાં મારી દેતા સુનિલભાઈને વાંસદા કોટેજ હોસ્‍પિટલમાં ખસેડાતા સારવાર દરમ્‍યાન બાર જેટલા ટાંકા આવ્‍યા હતા.
ઉપરોક્‍ત હકીકત મુજબની જમાઈની ફરિયાદમાં પોલીસે તેના સસરા અનિલભાઈ પરસોત્તમ પટેલ અને મીનાબેન અનિલભાઈ પટેલ (રહે. કુકેરી કોળીવાડ તા. ચીખલી) એમ બંને સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

Related posts

વલસાડમાં વિવિધ કાર્યક્રમો સાથે બેંક ઓફ બરોડાનો ૧૧૫મો સ્થાપના દિન ઉજવાયો

vartmanpravah

દમણ પોલીસે મોટર સાયકલ ચોરી કરતા પાંચની કરેલી ધરપકડઃ 6 મોટર સાયકલ કબ્‍જે

vartmanpravah

સમયમર્યાદામાં સામાન્‍ય લોકોની ફરિયાદના નિકાલ માટે દમણ જિલ્લા પ્રશાસન ફરિયાદ પ્રબંધન પધ્‍ધતિ બનાવશે

vartmanpravah

વાપીના પ્રસિધ્‍ધ અંબામાતા મંદિરમાં મહિલા ભજન મંડળની 17 મંડળીઓ વચ્‍ચે ભજન કોમ્‍પિટીશન યોજાઈ

vartmanpravah

નાનાપોઢામાં વીજ સલામતીની જાગૃતિ કેળવવા કર્મચારીઓ દ્વારા રેલીનું કરાયેલું આયોજન

vartmanpravah

‘આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસ’ના ઉપલક્ષમાં દમણ કોસ્‍ટગાર્ડ એરપોર્ટના નવા રન-વે ઉપર યોજાયો યોગ કાર્યક્રમ

vartmanpravah

Leave a Comment