Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં મેલેરિયાના 6 અને ડેન્‍ગ્‍યુના 12 કેસ નોંધાયાઃ જિલ્લાના તમામ તાલુકામાં હાઉસ ટુ હાઉસ સર્વેલન્‍સ કામગીરી પૂરજોશમાં

કુલ 2,18,376 વ્‍યક્‍તિઓના લોહીના નમૂનાઓ લેવામાં આવ્‍યાઃ 6 મહિનામાં 6,93,002 શંકાસ્‍પદ મચ્‍છર ઉત્‍પતિ સ્‍થાનો તપાસવામાં આવ્‍યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ,તા.05: ચોમાસાની ઋતુમાં વાહકજન્‍ય રોગોનું પ્રમાણ વધુ જોવા મળતું હોવાથી વલસાડ જિલ્લામાં વાહકજન્‍ય રોગોનું પ્રમાણ વધે નહી એ માટે જિલ્લાનાં તમામ તાલુકાઓમાં પુરજોશમાં હાઉસ ટુ હાઉસ સર્વેલન્‍સની કામગીરી ચાલી રહી છે.
જિલ્લા આરોગ્‍ય શાખા દ્વારા હાલમાં ચાલી રહેલી કામગીરીમાં કુલ 2,18,376 વ્‍યક્‍તિઓના લોહીના નમૂનાઓ લેવામાંઆવ્‍યા છે. જાન્‍યુઆરી થી જૂન સુધીમાં વલસાડ જિલ્લામાં મેલેરીયાના કેસ 6 નોંધાયા છે. જ્‍યારે ડેન્‍ગ્‍યુના અત્‍યાર સુધીમાં 12 કેસ નોંધાયા છે. જિલ્લામાં અત્‍યાર સુધીમાં 199 કેસ ડેન્‍ગ્‍યુના શંકાસ્‍પદ જોવા મળ્‍યા છે. દરેક ડેન્‍ગ્‍યુના કેસો સામે રોગ અટકાયતી પગલાંની કામગીરી કરવામાં આવી રહી છે. જાન્‍યુઆરીથી જૂન 2023 સુધીમાં 6,93,002 શંકાસ્‍પદ મચ્‍છર ઉત્‍પતિ સ્‍થાનો તપાસતા કુલ 1741 જગ્‍યાઓ પોઝિટિવ મળી આવતા 11,530 સ્‍થળોએ ટેમીફોસ દ્રાવણ નાંખવાની કામગીરી કરવામાં આવી હતી. 135 ઘરોમાં ફોગીંગની કામગીરી થઈ હતી. આ ઉપરાંત 31450 જેટલી મચ્‍છરદાનીઓનું વિતરણ કરવામાં આવ્‍યું છે. જેને પગલે વાહકજ્‍ન્‍ય રોગોના પ્રમાણમાં ઘટાડો થયો છે. ડેન્‍ગ્‍યુના કેસોમાં પણ ગત વર્ષની સરખામણીએ ઘટાડો નોંધાયો છે.

Related posts

વલસાડ ધરમપુર ચોકડી ઉપરથી ગૌતસ્‍કરીમાં વપરાયેલી બિનવારસી કાર મળી આવી

vartmanpravah

ભેંસરોડ ખાતે કોળી પટેલ સમાજના ભવન ખાતે રવિવારે દમણ વિભાગ કોળી પટેલ કેળવણી વિકાસ મંડળ દ્વારા કારકિર્દી માર્ગદર્શન શિબિરનું આયોજન

vartmanpravah

વાપીની કંપનીમાંથી ચોરી કરતી ગેંગના 8 ઈસમોને એસઓજી ટીમે ઝડપી પાડી રૂા.14.45 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

vartmanpravah

દાનહઃ ખરડપાડામાં મામલતદારની ટીમે ભંડારી પરિવારના ઘરનું કરેલું ડિમોલિશન

vartmanpravah

આલીપોર ખાતે ક્રસર પ્‍લાન્‍ટમાં કામ કરતા મજૂરનું વીજ કરંટથી મોત

vartmanpravah

ચીખલીના સમરોલીના વ્‍યાક્‍તિ પાસે વ્‍યાજના નાણાંની ઉઘરાણી કરનાર ખૂંધના શખ્‍સ સામે પોલીસે ગુનો નોંધ્‍યો

vartmanpravah

Leave a Comment