April 19, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

પ્રશાસક પ્રફુલભાઈ પટેલ સાથે બેલ્‍જીયમના કોન્‍સલ જનરલની શુભેચ્‍છા મુલાકાત

  • સંઘપ્રદેશમાં વેપાર કરવા બેલ્‍જીયમ ઉત્‍સુક : બેલ્‍જીયમનાકોન્‍સલ જનરલ થ્રીડીની માળખાગત સુવિધા અને પ્રવાસનની અમર્યાદિત સંભાવનાઓથી પ્રભાવિત

  • સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે પ્રદેશમાં લઘુતમ વિજળી દર, શાંતિપૂર્ણ શ્રમિક માહોલની સાથે સાથે,જવાબદાર પ્રશાસન અને ઉદ્યોગો માટે પર્યાપ્ત અનુラકૂળ સુવિધાઓ ઉપલબ્‍ધ હોવાની પણ આપેલી જાણકારી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.04
બેલ્‍જીયમના કોન્‍સલ જનરલ શ્રી પિયરે ઈમૈયનુ એલ બ્રુસેમૈન્‍સે આજે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની મુલાકાત લઈ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં નવા ઉદ્યોગોની સ્‍થાપનાની સંભાવના ઉપર ચર્ચા-વિચારણા કરી હતી.
કોન્‍સલ જનરલે વેપારના વ્‍યૂહાત્‍મક રણનીતિની દૃષ્‍ટિએ ભારતની આર્થિક રાજધાની મુંબઈ અને ગુજરાતની આર્થિક રાજધાની સુરતની વચ્‍ચે સ્‍થિત હોવાનું નિરીક્ષણ કર્યુ હતું અને રેલ્‍વે તથા નેશનલ હાઈવે પણ જોડાયેલો હોવાથી બેલ્‍જીયમ દ્વારા સંઘપ્રદેશમાં રોકાણની પોતાની ઈચ્‍છા હોવાનો ભાવ પણ પ્રગટ કર્યો હતો. તેમણે જણાવ્‍યું હતું કે, સંઘપ્રદેશમાં ઉદ્યોગોની સાથે સાથે પ્રવાસીઓને આકર્ષિત કરવાની પણ અનેરી ક્ષમતા છે.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે કોન્‍સલ જનરલને જણાવ્‍યું હતું કે, પ્રદેશમાં લઘુતમ વિજળી દર, શાંતિપૂર્ણ શ્રમિક માહોલની સાથે સાથે,જવાબદાર પ્રશાસન અનેઉદ્યોગો માટે પર્યાપ્ત અનુラકૂળ સુવિધાઓ ઉપલબ્‍ધ છે.
સંઘપ્રદેશની પ્રવાસન ક્ષમતાની બાબતમાં કોન્‍સલ જનરલને વિસ્‍તારથી માહિતી આપી હતી કે, સમુદ્ર કિનારે દમણ જુનુ શહેર છે. સેલવાસનો વન વિસ્‍તાર અને દીવના બ્‍લ્‍યુ વોટર સમુદ્રમાં પ્રવાસનની અપાર સંભાવનાઓ છે. બેલ્‍જીયમના કોન્‍સલ જનરલ શ્રી પિયરે ઈમૈયનુ એલ બ્રુસેમૈન્‍સે દમણના કિલ્લાની કરાયેલી જાળવણીની બાબતમાં ખુબ જ પ્રશંસા કરી હતી અને તેમણે જણાવ્‍યું હતું કે, દમણ-દીવમાં સમુદ્ર કિનારો અને સડક જેવી સાર્વજનિક સુવિધાઓ ખુબ જ સારી રીતે વિક્‍સિત કરવામાં આવી છે અને સાર્વજનિક સુવિધાઓ દિન-પ્રતિદિન સુંદર બની રહી છે.
આ પ્રસંગે કોન્‍સલ જનરલે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલને સ્‍ટ્રીટ આર્ટ ઉપર એક પુસ્‍તક ભેટ આપ્‍યું હતું. પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે કોન્‍સલ જનરલને આદિવાસીઓના પારંવારિક વાદ્ય તારપાની ભેટ આપી હતી. કોન્‍સલ જનરલની દમણ મુલાકાતથી બેલ્‍જીયમ દ્વારા પ્રદેશમાં રોકાણને પ્રોત્‍સાહન મળશે એવી આશા બળવત્તર બની છે.

Related posts

સંઘપ્રદેશમાંપી.એમ. વિશ્વકર્મા યોજનાનો પ્રશાસકશ્રીએ કરાવેલો આરંભ

vartmanpravah

દાદરા નગર હવેલી અને દમણ-દીવ શિવસેના (ઉદ્ધવ જૂથ)ના રાજ્‍ય પ્રમુખ- પ્રભારી પદે શ્વેતલ ભટ્ટની નિયુક્‍તિ

vartmanpravah

વાપી બલીઠાથી સગીરાને ભગાડી જનાર વિધર્મી યુવક મહારાષ્‍ટ્ર શીવાજીનગરથી ઝડપાયો

vartmanpravah

ઉમરગામ પાલિકાએ મેરી માટી મેરા દેશ કાર્યક્રમનું કરેલું આયોજન

vartmanpravah

પારડીમાં રૂમ ભાડા ના મુદ્દે માલિકના પુત્રએ ભાડુઆતને માર માર્યો

vartmanpravah

સંઘપ્રદેશમાં પારદર્શક પ્રશાસન માટે બદલી કરાયેલા કેટલાક અધિકારી-કર્મચારીઓ હજુ પણ પોતાના જુના સ્‍થળે જ કાર્યરત

vartmanpravah

Leave a Comment