પેસેન્જર ટ્રેનનું ભાડું માત્ર 10 છે પરંતુ ત્રણ પેસેન્જર ટ્રેનમાં રૂપિયા 30 ભાડું વસુલ કરાય છે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.08: રેલવેના અમુકનિયમો તો સમજ ની બહારના હોય છે તેવુ કરમબેલા સ્ટેશનથી વાપી સુધીની પેસેન્જર ટ્રેનમાં મુસાફરી કરો તો એક્સપ્રેસ ટ્રેનનું ભાડું ચૂકવવું પડે છે. પેસેન્જર ટ્રેનનું ભાડું 10 રૂપિયા છે પણ એવી ત્રણ પેસેન્જર ટ્રેન છે કે તેમાં 30 રૂપિયા એટલે કે એક્સપ્રેસનું ભાડું ચુકવવુ પડે છે. રેલવેનો આ નિયમ મુસાફરોની સમજ બહારની છે.
મુસાફરો દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ ટ્રેન નં.19425 નંદુરબાર પેસેન્જર ટ્રેન નં.19417 અમદાવાદ પેસેન્જર અને ટ્રેન નં.19101 શટલ ટ્રેન આ ત્રણેય ટ્રેન દરેક સ્ટેશન થોભે છે અને સામાન્ય રીતે પેસેન્જર ટ્રેન માનવામાં આવે છે. પરંતુ આ ત્રણેય ટ્રેનનું ભાડું કરમબેલાથી વાપી સુધી એક્સપ્રેસ ટ્રેનનું ભાડું લેવાય છે. આમાં નિયમ રેલવેનો વિચિત્ર છે. મેમુ જેવી ટ્રેન જેનો નંબર શુન્યથી શરૂ થતો હોય તેનું ભાડું 10 રૂપિયા છે. રેલવેને બેધારી નિતિ અને નિયમથી મુસાફર જનતા પરેશાન છે. રેલવેના જણાવ્યા અનુસાર આ નિયમ એક વર્ષથી લાગું કરાયો છે. કેમ લાગું છે તેનો જવાબ અનુત્તર છે.