Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

રખોલી પોલીસે રીક્ષા ચોરીના ત્રણ આરોપીની કરેલી ધરપકડ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.05
રખોલી ગામના એક વ્‍યક્‍તિએ રીક્ષા ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી જેમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ફરિયાદી ભરત હરિ પાટીલ -રહેવાસી મધુબનહોટલ સામે રખોલી જેણે એના ઘર નજીકથી એની રીક્ષા જેની અંદાજીત કિંમત 2.40 લાખ રૂપિયા ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી. રખોલી પોલીસે આઈપીસી 379 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી એસડીપીઓ સિદ્ધાર્થ જૈનની અધ્‍યક્ષતામાં પીએસઆઈ શ્રી અનિલ ટી. કેના નેતૃત્‍વમાં ટીમ બનાવવામાં આવેલ બાદમા ગુપ્ત માહિતી અનુસાર પ્રથમ આરોપી ગુડ્ડુ પંચદેવ શાહુ (ઉ.વ.25) રહેવાસી લવાછા મૂળ રહેવાસી યુપીની ધરપકડ કરવામાં આવી હતી અને ચોરીની રીક્ષા પણ રખોલીમાંથી કબ્‍જે કરી હતી. પૂછપરછ દરમ્‍યાન એણે પોતાનો ગુનો કબુલ કર્યો હતો અને એની સાથે બીજા બે આરોપી રાહુલ વિજય સોની (ઉ.વ.20) રહેવાસી બહુમડી મધ્‍યપ્રદેશ અને બંદર ઉર્ફે રાજબાબુ રિયાઝ શબ્‍બીર મૌલવી શેખ (ઉ.વ.25) રહેવાસી બાવીસા ફળીયા સેલવાસ મૂળ રહેવાસી ઝાંસી યુપીની પણ ધરપકડ કરવામા આવી અને એક સીસીએલને પણ હિરાસતમાં લેવામાં આવેલ વધુ તપાસ હેડ કોન્‍સ્‍ટેબલ વાઘદાદા કરી રહ્યા છે.

Related posts

સેલવાસની એક ચાલીના બંધ રૂમમાંથી યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર

vartmanpravah

ખાનવેલના નિવાસી નાયબ કલેક્‍ટરે સરકારી શાળાઓની કરેલી મુલાકાત દરમિયાન મધ્‍યાહ્‌ન ભોજનમાં જોવા મળી કેટલીક ખામીઓ

vartmanpravah

ભારત સરકારના ગૃહ સચિવ ગોવિંદ મોહને દમણની મુલાકાત લઈ વિવિધ કાર્યાન્‍વિત પ્રોજેક્‍ટોનું કરેલું નિરીક્ષણ

vartmanpravah

રક્‍તબીજ અસુરને મારવા મહાકાળીનો અવતાર થયો છે!! : પ્રફુલભાઈ શુક્‍લ

vartmanpravah

વાપી ચાર રસ્‍તા કચ્‍છી માર્કેટમાં સિગારેટ ડીસ્‍ટ્રીબ્‍યુટર્સના ગોડાઉનમાં હજારોની સિગારેટની ચોરી

vartmanpravah

ઉમરગામ તાલુકા ભાજપા મહિલા સંગઠન દેશના વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના જન્‍મદિવસની કરેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment