October 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશની કાયાપલટ કરી વિકસિત પ્રદેશ બનાવવા રાત-દિવસ મહેનત કરનારા પ્રશાસક પ્રફુલભાઈ પટેલના જન્‍મ દિને શુભકામના પાઠવવા શુભેચ્‍છકોની લાગેલી લાંબી કતાર

સાંસદ લાલુભાઈ પટેલ, જિ.પં. પ્રમુખ નવિનભાઈ પટેલ, દાનહ જિ.પં. પ્રમુખ નિશા ભવર, પૂર્વ સાંસદ ગોપાલ દાદા, ઉદ્યોગ ગૃહોના પ્રતિનિધિઓ, ચૂંટાયેલા લોક પ્રતિનિધિઓ સહિત અધિકારીઓએ પ્રશાસકશ્રીના નિવાસ સ્‍થાને પહોંચી પાઠવેલી શુભકામના

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.28: સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના જન્‍મ દિવસ નિમિત્તે આજે તેમને શુભકામના પાઠવવામાં ભારે હોડ જામી હતી. સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવની કાયાપલટ કરી એક વિકસિત પ્રદેશ બનાવવા માટે રાત-દિવસ કરેલી મહેનતનું ઋણ ચુકવવા તેમને દિલથી આશીર્વાદ આપવા વયોવૃદ્ધ નાગરિકોમાં પણ ઉત્‍સુકતા દેખાઈ હતી.
આજે દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલ અને તેમના ધર્મપત્‍ની શ્રીમતી તરૂણાબેન પટેલ, દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલ અને તેમની ટીમ, દમણના સરપંચો, સેલવાસ નગરપાલિકાના અધ્‍યક્ષ શ્રીરાકેશસિંહ ચૌહાણ, શ્રી ફત્તેહસિંહ ચૌહાણ તથા સેલવાસ નગરપાલિકાના કાઉન્‍સિલરો, દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી નિશા ભવર અને તેમની ટીમ, ઉદ્યોગગૃહોના અગ્રણીઓ, દાનહ અને દમણ-દીવ એન.સી.પી.ના પ્રમુખ શ્રી ધવલભાઈ દેસાઈ, દાનહ અને દમણ-દીવ જનતા દળ (યુ)ના પ્રમુખ શ્રી ધર્મેશસિંહ ચૌહાણ, સેલવાસ ન.પા.ના કાઉન્‍સિલર શ્રી સુમનભાઈ પટેલ, દાનહ જિ.પં.ના સભ્‍ય શ્રી દિપકભાઈ પ્રધાન, તેમજ પ્રશાસકશ્રીના સલાહકાર શ્રી વિકાસ આનંદના નેતૃત્‍વમાં અધિકારીઓની ટીમે પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલના નિવાસ સ્‍થાને પહોંચી શુભકામનાઓ આપી હતી.

Related posts

સંઘપ્રદેશ રાજભાષા વિભાગ દ્વારા એક દિવસીય હિંદી કાર્યશાળા યોજાઈ

vartmanpravah

રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળ અને દમણ એડવોકેટ બાર એસો.ના સહયોગથી દમણ દાભેલના ક્રિકેટ ગ્રાઉન્‍ડ ખાતે યોજાયેલ કાનૂની જાગૃતતા શિબિર

vartmanpravah

છઠ્ઠી રાષ્‍ટ્રીય કેમ્‍પો ચેમ્‍પિયન શિપમાં ગુજરાત રાજ્‍યના વિદ્યાર્થીઓ ઝળકયાં

vartmanpravah

દીવ જિલ્લા કલેક્‍ટર સલોની રાયના હસ્‍તે વણાંકબારાના મૃતક માછીમાર રમેશ નથુ બારીયાનું અકસ્‍માતમાં મોત થતાં રૂા.રૂા.7,78,560ના વીમાનો પરિવારને ચેક અર્પણ કરાયો

vartmanpravah

આલીપોર ખાતે ક્રસર પ્‍લાન્‍ટમાં કામ કરતા મજૂરનું વીજ કરંટથી મોત

vartmanpravah

સ્‍વયં અને સમાજ માટે યોગઃ વલસાડના અબ્રામા ખાતે યોગ દિન પૂર્વે યોગાભ્‍યાસ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment