Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાદરા નગર હવેલીમાં ઈનપાસ સંસ્‍થા દ્વારા ચૌડા ગ્રાઉન્‍ડ ખાતે વૃક્ષારોપણ કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.05
દાદરા નગર હવેલીની ‘એક નઈ પહેલ આપકે સાથ’ સંસ્‍થા દ્વારા પર્યાવરણની રક્ષા માટેના પ્રયાસો કરી રહી છે જેના માટે સેલવાસ શહેર તેમજ આજુબાજુનાગામડાઓમાં પણ છેલ્લા ત્રણ વર્ષથી વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે અને એની દેખભાળ પણ કરે છે ખાનવેલ ચૌડા ગ્રાઉન્‍ડ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ નિશા ભવર અને વન વિભાગના અધિકારીઓ પીએસઆઈ જીગ્નેશ પટેલ, સમાજસેવી મુકેશ પટેલ, પર્યાવરણ પ્રેમી જયેશ પાગીની ઉપસ્‍થિતિમાં પાંચસો વૃક્ષ રોપવાનું લક્ષ્ય રાખ્‍યું હતું જેને ઈનપાસની ટીમ અને અધિકારી પદાધિકારીઓ હોસ્‍પિટલનો સ્‍ટાફ અને ખેલાડીઓના હસ્‍તે વૃક્ષારોપણ કરવામાં આવ્‍યું હતું. સંસ્‍થાના પ્રમુખ સુરેશ કાલેએ આ અવસરે ઉપસ્‍થિત દરેકનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો અને પ્રદેશના લોકોના સહયોગ દ્વારા જ આ કાર્ય સંભવ છે અને પર્યાવરણની રક્ષા એ આપણે દરેકની જવાબદારી હોવાનું જણાવ્‍યું હતું.

Related posts

જિલ્લામાં સ્‍વચ્‍છતા હી સેવા અભિયાન હેઠળ આરોગ્‍ય કેન્‍દ્રોમાં હેલ્‍થ ચેકઅપ સહિતની વિવિધ પ્રવૃતિઓ થઈ

vartmanpravah

વ્‍યાજખોરી ચુંગાલમાંથી સમાજને બચાવવા જિલ્લા પોલીસે યોજેલ લોન ધિરાણ માર્ગદર્શન કેમ્‍પમાં 764 અરજી મળી

vartmanpravah

કેબીએસ કોમસ એન્‍ડ નટરાજ સાયન્‍સ કોલેજમાં ડીજીટલ માર્કેટીંગ પર સેમીનાર યોજાયો

vartmanpravah

પોષણ અભિયાન અંતર્ગત સ્‍વસ્‍થ બાલક-બાલિકા સ્‍પર્ધા યોજાશે

vartmanpravah

આચાર સંહિતા વિતી જવા છતાં વાપી નૂતન નગર સ્‍થિત સરદાર પટેલ ઉદ્યાનમાં નવિન સરદારપ્રતિમાનું અટવાયેલું લોકાર્પણ

vartmanpravah

ચીખલીના નોગામા ગામે તળાવમાંથી માટી ખનનની રજૂઆત બાદ પ્રાંત અધિકારી દ્વારા સ્‍થળ સ્‍થિતિનો પંચક્‍યાસ કરી જરૂરી તપાસ માટે ખાણ ખનીજ વિભાગને સુપ્રત કરેલો અહેવાલ

vartmanpravah

Leave a Comment