(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ,તા.05
દાદરા નગર હવેલીમાં નવા આજે 01 કોરોના પોઝિટિવ કેસો નોંધાવા પામ્યો છે. પ્રદેશમાં હાલમાં 08 સક્રિય કેસ છે, અત્યાર સુધીમાં 6304 કેસ રિક્વર થઈ ચુક્યા છે. જ્યારે ત્રણ વ્યક્તિના મોત થયેલ છે. પ્રદેશમાં આરટીપીસીઆરના 216 નમૂનાઓ લેવામાં આવ્યા હતા. જેમાંથી આજે 01 વ્યક્તિનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો અને રેપિડ એન્ટિજનના 56 નમૂના લેવામાં આવ્યા હતા, જેમાંથી એક પણ રિપોર્ટ પોઝિટિવઆવેલ નથી. હાલમાં પ્રદેશમાં 01 કંટાઈમેન્ટ ઝોન નક્કી કરાયો છે.
દાનહ આરોગ્ય વિભાગ દ્વારા પીએચસી સીએચસી સેન્ટર પર અને સબ સેન્ટરમાં કોવિશીલ્ડ વેક્સિનનું રસીકરણ કરવામાં આવ્યું હતું. જેમાં આજે 179 લોકોને રસી આપવામાં આવ્યા છે. પ્રદેશમાં પ્રથમ ડોઝ 458717 અને બીજો ડોઝ 347784 વ્યક્તિઓને આપવામાં આવ્યો છે પ્રિકોશન ડોઝ 22754 વ્યક્તિઓને આપવામાં આવ્યા છે. કુલ 829255 લોકોને વેક્સિન આપવામાં આવી છે.

