April 25, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

આઇપીએસ અધિકારી મનોજ કુમાર લાલનીપુડુચેરીના ડીજીપી તરીકે નિમણૂક

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.11
ભારત સરકારના ગૃહ મંત્રાલયે આજે એક આદેશ જારી કર્યો છે જેમાં આઈ.પી.એસ. અધિકારી શ્રી મનોજ કુમાર લાલને પુડુચેરી રાજ્‍યના પોલીસ મહાનિર્દેશક તરીકે નિયુક્‍ત કરવામાં આવ્‍યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ભારતીય વહીવટી સેવા (1988 બેચ)ના આઈ.પી. એસ. અધિકારી શ્રી મનોજ કુમાર લાલને પેરેન્‍ટ કેડરમાં આવ્‍યા બાદ પુડુચેરીમાં ડીજીપી તરીકે નિયુક્‍ત કરવામાં આવ્‍યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પ્રામાણિક અને કર્તવ્‍યનિષ્ઠ અધિકારી તરીકેની ઓળખ ધરાવતા શ્રી મનોજ કુમાર લાલ કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં એઆઈજીપી તરીકે પણ ફરજ બજાવી ચૂક્‍યા છે અને તેમના કાર્યકાળ દરમિયાનતેમણે ઘણા ભ્રષ્ટ અધિકારીઓને ગેરકાયદેસર મિલકતો અને સંપત્તિઓ જપ્ત કરી છે. ભ્રષ્ટાચારના આરોપમાં તેની ધરપકડ કરવામાં આવી હતી અને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્‍યો હતો. શ્રી લાલના ગયા પછી, સ્‍થાનિક પોલીસ દ્વારા લેવામાં આવેલી કાર્યવાહીના ભાગરૂપે ભ્રષ્ટાચારના આરોપમાં એકપણ અધિકારી પકડાયો ન હતો, જ્‍યારે મુંબઈ સીબીઆઈએ આ કેસમાં ઘણાં અધિકારીઓની ધરપકડ કરી છે.

Related posts

કલેક્‍ટર ડો. રાકેશ મિન્‍હાસનો આવકારદાયક અભિગમ દાનહમાં મામલતદાર કચેરી દ્વારા આવકના દાખલા માટે વિવિધ સ્‍કૂલોમાં કેમ્‍પનું આયોજન

vartmanpravah

મોતીવાડા બ્રિજ પાસેથી દારૂ ભરેલ રીક્ષા ઝડપતી વલસાડ એલસીબી

vartmanpravah

ચીખલીના નોગામા ગામે તળાવમાંથી માટી ખનનનું ભૂત સામાન્‍ય સભામાં ફરી ધૂણ્‍યું : ડેપ્‍યુટી સરપંચ સામે બહુમતીથી અવિશ્વાસની દરખાસ્‍ત પસાર

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ

vartmanpravah

વાપી નગરપાલિકાની ચૂંટણીમાં મતદાર રાજાએ ખરેખર રાજા બનવુ પડશે

vartmanpravah

વલસાડ મગોદના મહિલા સરપંચને પંચાયતના કચરાના ટેમ્‍પાનો ખાનગી ઉપયોગ કરતા ડીડીઓએ હોદ્દા ઉપરથી સસ્‍પેન્‍ડ કર્યા

vartmanpravah

Leave a Comment