Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી પ્રમુખ ગ્રીન સીટી ચલા છેલ્લા 4 વર્ષથી નવરાત્રી મહોત્‍સવનું થતું આયોજન

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.20: વાપીમાં ઠેર ઠેર નવરાત્રી મહોત્‍સવની ધૂમ મચી છે, અનેક સ્‍થળે મોટા આયોજનો મોઘાડાટ પાસ સાથે ખેલૈયાઓને એન્‍ટ્રી આપવામાં આવી રહી છે ત્‍યારે સંસ્‍કળતિક અને બે તાળીના ગરબાનું ભવ્‍ય આયોજન છેલ્લા 3 વર્ષથી સતત વાપીના ચલા ખાતે પ્રમુખ ગ્રીન સીટીમાં કરવામાં આવી રહ્યું છે. ચોથા વર્ષે પણ ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું છે જેમાં વડીલો મહિલાઓબાળકો યુવાનો મોટી સંખ્‍યામાં સતત આરતી, પૂજા અને પરંપરાગત ગરબાનું આયોજન કરીને માતાજીની નવ દિવસ સુધી આરાધના કરવામાં આવે છે. આ વર્ષે પણ ઉત્‍સાહ પૂર્વક નવરાત્રી 2023 નું આયોજન કરવામાં આવ્‍યું છે જેને સફળ બનાવવા માટે પ્રમુખ વિશાલ કાપડિયા, જીજ્ઞેશ ભાનુશાળી ઉપ પ્રમુખ, સેક્રેટરી ઉદય દેસાઈ, જીનેશ દેસાઈ મીડિયા કન્‍વીનર, વસંત ભાનુશાળી સંસ્‍કળતિક કાર્યક્રમ કમિટી સભ્‍ય વસરામભાઈ આહીર સભ્‍ય સહીતના લોકો જહેમત ઉઠાવી રહ્યા છે.
વાપીના ચલામાં નામાંકિત સોસાયટીમાંની એક એટલે પ્રમુખ ગ્રીન સીટી ચલા જ્‍યાં તમામ બિલ્‍ડીંગના રહીશો માતાજીની ભક્‍તિભાવ પૂર્વક આરાધના કરે છે. જ્‍યાં સતત 9 દિવસ સુધી માતાજીના ગરબાનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ વર્ષે પણ ઉત્‍સાહભેર આયોજન કરાયું છે.

Related posts

દમણમાં સમાજ કલ્‍યાણ વિભાગ દ્વારા ‘નશા મુક્‍ત ભારત અભિયાન’ અંતર્ગત બાલ ભવનના વિદ્યાર્થીઓ માટે ચિત્ર સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

વાપી વીઆઈએમાં વીજ કંપની અધિકારીઓની ઉપસ્‍થિતિમાં ઉર્જા સંરક્ષણ જાગૃતિ સેમિનાર યોજાયો

vartmanpravah

કપરાડાના યુવાનને નેવરીમાં અજાણ્‍યા વાહન ચાલકે ટક્કર મારતા સ્‍થળ પર જ મોત

vartmanpravah

વલસાડ જિલ્લા લઘુ ઉદ્યોગ ભારતીની સામાન્‍ય સભા વી.આઈ.એ.માં યોજાઈ : કારોબારીની રચના

vartmanpravah

દાદરા નગર હવેલીના ખેલો ઇન્‍ડિયા સ્‍ટેટ સેન્‍ટર ઓફ એક્‍સેલન્‍સ ખાતે ટેબલ ટેનિસ હાઈ પરફોર્મન્‍સ કેમ્‍પનો પ્રારંભ

vartmanpravah

લાયન્‍સ ક્‍લબ ઈન્‍ટરનેશનલના ડીસ્‍ટ્રીક્‍ટ 3232એફ2 ની રીજીયન 5 અને 6 વલસાડ જિલ્લામાં આવતી લાયન્‍સ ક્‍લબ દ્વારા ધરમપુર ખાતે નિઃશુલ્‍ક વિકલાંગ શિબિર યોજાશે

vartmanpravah

Leave a Comment