October 16, 2026
Vartman Pravah
Breaking Newsદીવદેશ

દીવ જિલ્લા કલેકટર સલોની રાયના દિશાનિર્દેશ અને માર્ગદર્શન હેઠળ બાલિકાઓ દ્વારા ‘સંઘપ્રદેશ કી વિરાસત કા દર્શન’ સૂત્ર સાથે દીવ અને ઘોઘલા સરકારી શાળાની બાળકીઓને દીવ કિલ્લા ખાતે લાઈટ અને સાઉન્‍ડ શો બતાવાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.18
‘આઝાદીકા અમળત મહોત્‍સવ’ની ઉજવણીના ભાગરૂપે તેમજ દીવ જિલ્લા સમાહર્તા શ્રીમતિ સલોની રાયના દિશાનિર્દેશ અને માર્ગદર્શન હેઠળ આજરોજ જિલ્લા બાળ સુરક્ષા એકમ, દીવ તથા શિક્ષણ વિભાગ દીવના સંયુક્‍ત પ્રયાસોથી દીવ તથા ઘોઘલાની સરકારી માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શાળામાં અભ્‍યાસ કરતી 200 બાળકીઓ માટે દીવ કિલ્લા ખાતે લાઈટ અને સાઉન્‍ડ શોબતાવવા માટેનું આયોજન કરવામાં આવેલ હતું.
જેમાં સાંજના 06:00 થી 06:30ના શોમાં 100 બાળકીઓ અને 06:30 થી 07:00ના શોમાં 100 બાળકીઓ એમ બે બેંચમાં મળી કુલ 200 બાળકીઓને દીવ કિલ્લા ખાતે લાઈટ અને સાઉન્‍ડ શો બતાવવામાં આવેલ હતો. આ કાર્યક્રમનું આયોજન કરવાનો મુખ્‍ય ઉદ્દેશ્‍ય સરકારી માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શાળામાં અભ્‍યાસ કરતી બાળકીઓ દીવ જિલ્લાની વિરાસતોને નિહાળી પોતાના જ્ઞાનમાં વધારો કરે અને સાથે-સાથે આ વિરાસતોને નિહાળ્‍યા બાદ તેમાંથી પ્રેરણા મેળવે તેવો હતો.
જિલ્લા બાળ સુરક્ષા એકમ, દીવ તથા શિક્ષણ વિભાગ દીવના સંયુક્‍ત પ્રયાસો દ્વારા આયોજિત આ કાર્યક્રમને સફળ બનાવવામાં દીવ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અનુજ કુમાર, સહાયક શિક્ષણ નિયામક શ્રી ડી.ડી. મન્‍સૂરી, પર્યટન અધિકારી શ્રી પ્રશાંત જોશી વગેરે અધિકારીઓ તેમજ જી.એચ.એસ.એસ. દીવ તથા ઘોઘલાના હેડ માસ્‍તરો તેમજ શિક્ષકોએ પોતાનો સહયોગ અને યોગદાન આપ્‍યું હતું.

Related posts

સિકલસેલ એનિમિયા અંગે જાગૃતિ ફેલાવવા ધરમપુરના ઉગતા ગામની આશ્રમશાળામાં પપેટ શો યોજાયો

vartmanpravah

ચીખલી પીપલગભાણની ખરેરા નદીમાં ડૂબી જવાથી ૧૧ વર્ષીય બાળકનું મોત

vartmanpravah

વાપી નોટિફાઈડ તંત્ર દ્વારા પાણી વિતરણ સેવા નહી પરંતુ વેપાર છે? : ઉઘાડી લૂંટ ચલાવાઈ રહી છે

vartmanpravah

દમણજિલ્લા અને સત્ર ન્‍યાયાલયનો ચુકાદો : વેઈટર અર્જુનની હત્‍યા કેસના આરોપી કૃષ્‍ણ બહાદુરને આજીવન કેદઃ રૂા.5000નો દંડ

vartmanpravah

દમણ જિલ્લામાં 51 હજાર સભ્‍ય નોંધવાનો ભાજપનો નિર્ધાર

vartmanpravah

દાનહના વાસોણા લાયન સફારી પાર્કમાં નવા મહેમાનનું આગમન: જૂનાગઢ પ્રાણી સંગ્રહાલયમાંથી એક સિંહને લાવવામાં આવ્‍યો

vartmanpravah

Leave a Comment