(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.21: આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ઉપક્રમે ભામટી પ્રગતિ મંડળ દ્વારા ભામટી કોમ્યુનિટી હોલ ખાતે યોગ અભ્યાસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આર્ટ ઓફ લિવિંગના યોગ ગુરૂ શ્રી દિવ્યાંગભાઈ પરમાર અને શ્રીમતી શર્મિલાબેન પરમારે યોગાભ્યાસ કરાવી જીવનમાં યોગના મહત્વની પણ સમજ આપી હતી. આ કાર્યક્રમમાં ભામટીના ગ્રામજનોએ ઉમળકાભેર ભાગ લીધો હતો.